ઈ- મેલ મોકલનાર વીડિયો બ્લોગરકરણ માવીકુવાડવાથી પકડાયો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજકોટના કુવાડવા નજીક ખેરડી માંથી ઝડપી લઈ તેની પાસેથી લેપટોપ સહિતનો મુદ્દમાલ કબજે કયો હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં karanmavi616@gmail.com થી “હમારા કામ હૈ” ના વિષયથી “ls Baar Modi ke Gujrat stadium meindhamakahoga Sab log SatrkRahe 14.10.2023યાદ રખના Sab kiruhkapjayegi“ એ રીતેનું ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ટેકનિકલ એનાલીસીસ આધારે તપાસ કરતા ઇ-મેલ કરનાર નામ કરણ દરીયાવ માવીનું હોવાનું જાણવા મળ્યું હતું. મૂળમધ્યપ્રદેશના ધારજિલ્લાના પંચાયત-ભડકીયાનો વતની કરણ દરીયાવ માવીહાલ રાજકોટના કુવાડવા નજીક ખેરડીગામે હોવાની માહિતીને આઘારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે રાજકોટથી કરણની ધરપકડ કરી હતી.
કરણ તેના બેન અને બનેવી સાથે રહેતો હોય અને કડિયા કામ અને મજૂરી કામ કરતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. કરણ ક્રિકેટ પ્રત્યેની ઘેલછા અને દિવાનગી ધરાવે છે. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર કરણમાવી વીડિયો બ્લોગર છે અને માત્ર મજા લેવા માટે સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું છે. તેની પાસેથી લેપટોપ સહિતના વિવિધ સાધનો જપ્ત કરી લીધા છે.આઈસીસી વર્લ્ડ કપ 2023ની ક્રિકેટ મેચ જ્યારથી ભારતમાં યોજવાની ઘોષણા કરાઇથી છે જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીના વીડિયો-મેસેજ, ઇ-મેલ વાયરલ થવા લાગ્યા છે. નોંધનીય છે કે, એનઆઈએને હાલમાં ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. જેમાં 500 કરોડની ખંડણીની માગણી કરવામાં આવી હતી. ઉપરાંત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ જેલમાંથી છોડવાની માંગ કરાઈ હતી. જે બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ હતી. અમદાવાદમાં મોદી સ્ટેડિયમની સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે.અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે