Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આ છે ગુજરાતનું શ્રાપિત ગામ : 300 વર્ષથી નથી પ્રગટાવવામાં આવી હોળી, ઘટનાના પુરાવા આજે પણ મળે છે

Thu, March 13 2025

આજે સમગ્ર ભારતમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે  આજે તમને જણાવીએ એક એવા ગામ વિશે કે જ્યાં અંદાજિત છેલ્લા 300 વર્ષથી હોળીનો તહેવાર નથી ઉજવાતો.


જ્યારે આજે આખુ ગુજરાત હોળી ઉજવી રહ્યું છે. આજના દિવસે સાંજે હોળિકા દહન થશે, જેમાં બુરાઈઓનું પણ દહન થવાની માન્યતા છે. હોળિકા દહન પૌરાણિક રીતે ખેડૂત માટે પણ મહત્વનું છે. કારણ કે આપણે ત્યાં હોળીની ઝાળ પરથી ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કરવામાં આવે છે. પરંતુ આટલા મહત્વના હોળી પર્વની આપણાં ગુજરાતના એક ગામમાં ઉજવણી થતી જ નથી . આજથી નહીં છેલ્લા 300 વર્ષથી ગુજરાતના આ ગામના લોકોએ હોળિકા દહન કર્યું નથી.

બટાકા નગરીમાં  ૩૦૦ વર્ષથી નથી થતી હોળીની ઉજવણી

હોળીનો તહેવાર આમ તો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સૌથી વધારે ઉજવાય છે. રાજસ્થાનથી રોજગાર અર્થે ગુજરાત આવતા લોકો એક સમયે દિવાળી પર પોતાના વતનમાં ન જાય પણ હોળી વખતે તો વતનમાં જતાં જ હોય છે. આ રાજસ્થાનને અડીને આવેલો છે આપણો બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠામાં બટાકા નગરી તરીકે ઓળખાતું ડીસા અને આ તાલુકામાં આવેલ રામસણ ગામ. જ્યાં લગભગ છેલ્લા ૩૦૦ વર્ષની હોળીની ઉજવણી કરવામાં નથી આવતી. આ પાછળનો ઇતિહાસ પણ ખરેખર ચોંકાવનારો છે. હવે તમને થશે કે હોળીના દિવસે આ રામસણ ગામના લોકો શું કરે છે? આ સાથે ધૂળેટીના દિવસે પણ પરંપરા મુજબ ઉજવણી કરે છે કે કેમ? આવા જ સવાલો અમને પણ થયા, અને અમે તેમના જવાબ મેળવવાની કોશિશ કરી.

શું હતી એ ઘટના ? કેમ રામસણમાં નથી ઉજવાતી હોળી ?

તેઓ ગામનું પૌરાણિક નામ રામેશ્વર છે, એવું પણ કહેવાય છે કે, ભગવાન શ્રીરામે અહીંયા આવીને પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 12 હજારની વસ્તી છે. તેમણે કહ્યું કે, અમારા ગામમાં અંદાજે ૩૦૦  વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી, પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી. હોળિકા દહન માટે લાગેલી આગે આખા ગામનો ભરડો લીધો અને મોટી સંખ્યામાં ઘર આ આગમાં બળીને ખાક થઈ ગયા. લોકોના માથેથી છત જતી રહી, મહેનત મૂડી પણ બળી ગઈ. રાતો રાત ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય કંઈ જ ન બચ્યું. મોજમજાના પર્વનો દિવસ ગામમાં સન્નાટો લઈને આવ્યો. બસ તે ઘડી અને આજનો દિ’, આ ઘટનાથી ગામલોકો એટલા ગભરાયા કે ત્યારથી આજ સુધી ગામમાં હોળીની ઉજવણી નથી થતી, હોળિકા દહન નથી થતું.

ઘટનાના આજે પણ છે પુરાવા ?

તેઓના  ગામમાં વર્ષો પહેલા લાગેલી આગમાં આખું ગામ બળીને ખાખ થઈ ગયું હતું. વર્ષો પહેલા હોળી પ્રગટાવવાની સાથે ગામમાં આગ લાગી અને તેના પુરાવા આજે પણ ગામમાં મળી આવે છે વધુ માં જાણવા મળ્યું કે, આજે પણ કોઈ ખોદકામ થાય ત્યારે જમીનમાંથી કોલસા કે રાખ જોવા મળે છે. આ ગામમાં આજે પણ હોળી જેવા પવિત્ર પર્વ ને ગ્રામજનો અશુભ માની રહ્યા છે અને હોળીના દિવસે હોળી પ્રગટાવવાની જગ્યાએ મંદિરમાં નાળિયર મૂકી દર્શન કરી પ્રસાદી વહેંચી આ પર્વની ઉજવણી કરે છે.

અન્ય પણ લોકવાયકા આવી સામે

લોકવાયકા મુજબ વર્ષો અગાઉ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે, હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. જે બાદમાં હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી ગઈ હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ ફરી બે વાર ફરી હોળી મનાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. આ તરફ આખું ગામ આગની ચપેટમાં આવી ગયું હતું. જેને લઈ ગામના લોકોએ ભેગા થઈ હોળી પર પ્રતિબંધ ફરમાવી દીધો અને એ ઘડીને આજનો દિવસ રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.

Share Article

Other Articles

Previous

વિકએન્ડ એન્જોય વિથ OTT :  આઝાદ-બી હેપ્પી સહિત આ 7 ફિલ્મ-વેબ સીરિઝ હોળીની 3 દિવસની રજામાં આપશે ભરપૂર મનોરંજન

Next

રાજકોટના કનક રોડ પર આવેલા મુખ્ય ફાયર સ્ટેશનના તમામ ટેલીફોન નંબર બંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ITએ કરચોરોની ઠંડી ઉડાડી: અમદાવાદમાં દીપ અને કામેશ્વર ગ્રૂપ પર દરોડા, કરોડોનાં બિનહિસાબી વ્યવહારો ખૂલે તેવી શકયતા
12 મિનિટutes પહેલા
ગોલ્ડન ટ્રેક: સોનું પ્રથમવાર રૂ.1.50 લાખને પાર, ચાંદી રૂ3.28 લાખની સર્વોચ્ચ સપાટીએ, ચાંદીમાં 4 ગણી કમાણી, સોનામાં 100 ટકા નફો
26 મિનિટutes પહેલા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘રેકોર્ડબ્રેક’ બે મહિનામાં 4 ગેંગને કરી ભોંભીતર: મરઘા, પેંડા, બાટલી બાદ હવે ઓડિયા ગેંગ સામે ગુજસીટોક
1 કલાક પહેલા
હું એક કાર્યકર અને નીતિન નવીન મારા બોસ…:વડાપ્રધાન મોદી,નીતિન નવીન ભાજપની વિરાસતને આગળ ચલાવશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2801 Posts

Related Posts

રાજકોટમાં આયર્લેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો શાનદાર વિજય: પ્રતીકા રાવલે બનાવ્યા 89 રન: સ્મૃતિ મંધાના-તેજલ હસબનીશથી પણ દમદાર બેટિંગ: આયર્લેન્ડે આપેલા 239 રનના લક્ષ્યાંકને 34.3 ઓવરમાં જ કર્યો હાંસલ
Breaking
1 વર્ષ પહેલા
બિહાર ટ્રેન દુર્ઘટના પીડિતોના પરિજનોને મળશે 14 લાખની સહાય
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
દેશની સરકારી હોસ્પિટલોમાં શું સુવિધાઓ માટે સૂચનો થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર