આ છે સ્માર્ટ સિટી સુરત !! ઇન્ટરનેશનલ એરપોર્ટની છત પરથી ટપકે છે પાણી
જયારે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું નામ સાંભળીયે ત્યારે વિચાર આવે કે અહી સુવિધા પણ એ વન મળતી હશે ત્યારે વાત કરીયે ગુજરાતના સુરતની તો ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાની ઘટના સામે આવી છે. જુના ટર્મિનલમાં એરોબ્રીજ ની લોબી પાસે છતમાંથી પાણી ટપકતું હોવાથી ડોલ મુકવાની ફરજ પડી છે. પાણી ટપકતાં બેરિકેડથી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કર્યો, કરોડોનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામનું જ છે એવું લાગી રહ્યું છે.

હજુ થોડા દિવસો પહેલા રાજકોટના હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડ્યો હતો ત્યારે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ થતાની સાથે સુરતમાં અનેક ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને વિસ્તરણ પણ કરવામાં આવી રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જૂના ટર્મિનલનો એક વીડિયો સામે આવ્યો હતો.
વિડીયોમાં જોઈ શકાય છે કે છત પરથી નીચે પાણી ટપકી રહ્યું છે. આ પાણી ટપકી રહેલું હોવાથી ફ્લોર પરના ફેલાય તે માટે જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ડોલ મૂકવામાં આવી છે. અંદાજિત 2000 સ્કવેર ફૂટનો એરીયો બંધ કરવાની ફરજ પડી છે. 2000 સ્ક્વેર ફૂટના એરિયામાં બેરીકેટ લગાવી કોર્ડન કરી દેવામાં આવ્યો છે.વરસાદે સુરત એરપોર્ટમાં ચાલી રહેલી લાલિયાવાડીની પોલ છતી કરી છે. આ વિડીયો સામે આવ્યા બાદ એરપોર્ટની મેઇન્ટેનન્સની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. “
