ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં આ જિલ્લો પ્રથમ ક્રમે
રાજ્યનું 82.45 ટકા પરિણામ : રાજકોટ જિલ્લાનું 92.06 ટકા પરિણામ
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – 2024માં લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહનું આજે પરિણામ જાહેર કર્યું છે. ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં મોરબી જિલ્લો 92.80 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે જયારે 92.06 ટકા સાથે રાજકોટ જિલ્લો બીજા ક્રમે આવ્યો છે. સૌથી ઓછું છોટા ઉદેપુર જિલ્લાનું 51.36 ટકા પરિણામ આવ્યું છે.
લોકસભા ચૂંટણીને કારણે ધોરણ-12ના પરિણામો થોડા મોડા જાહેર કરવામાં આવ્યા છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇતિહાસ રચી માર્ચ – 2024માં લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં ધોરણ 12-વિજ્ઞાન પ્રવાહમાં 1,11,132 નોંધાયેલ હતા જેમાંથી એ વન ગ્રેડમાં1,034, એ-2 ગ્રેડમાં 8,983 બી-1 ગ્રેડમાં 18,514 બી-2 ગ્રેડ 22,115 સી-1 ગ્રેડમાં 21,964 સી-2 ગ્રેડમાં 16,165 અને ડી-ગ્રેડમાં 2,844 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.