કચ્છમાં આવેલી છે આ અદભુત જગ્યા જે વિદેશના સ્થળોને આપી શકે છે ટક્કર !!
ગુજરાતીમાં કહેવાય છે ને કે કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા…હાલ દરેક લોકોમાં વિદેશ જવાની તાલાવેલી છે પરંતુ તેઓ એ નથી જાણતા કે ભારતમાં જ અને એમાં પણ ગુજરાતમાં એવા સ્થળો આવેલા છે જે અમેરિકાના સ્થળોને પાછા પાડી શકે છે. અમેરિકાના ગ્રાન્ડ કેન્યોનનો નજારો આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીં એક નદી ઊંડી વહે છે, જેના બંને કાંઠા ખૂબ ઊંચા અને સીધા છે. એક લાંબી, ઊંડી અને સાંકડી ખીણ છે જેમાં ખડકની દિવાલો છે, જેમાંથી પાણી વહે છે. ત્યારે આવી જ એક જગ્યા ગુજરાતમાં પણ આવેલી છે તો ચાલો જાણીએ કે ભારતની મિની ગ્રાન્ડ કેન્યોન ક્યાં છે અને તે કેવી રીતે પહોંચી શકાય છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં મોમાઈ દેવ કડિયા ધ્રો નામનું એક સુંદર સ્થળ છે, જે પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. જ્યાં ભૂસ્તરશાસ્ત્ર, ઈતિહાસ અને પ્રકૃતિ એક સાથે મળીને ‘ભારતની ગ્રાન્ડ કેન્યોન’ની રચના કરે છે. ન્યૂયોર્ક ટાઈમ્સે 2021 માં મુલાકાત લેવા માટેના 52 શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક તરીકે તેને પસંદ કર્યું ત્યાં સુધી આ સ્થાન Google નકશા પર પણ નહોતું.

કડિયા ધ્રો તેના સુંદર દેખાવને લઈ દેશ અને વિદેશમાં પ્રસિદ્ધ બન્યો છે. ભોએડ નદી અને આસપાસની અન્ય નદીઓ મળીને વિશાળ જળાશય જેવો દેખાવ રચે છે. અહીં પત્થરોની કોતરોમાંથી પાણી વહેતુ જોઈને સુંદર નજારો ચોમાસામાં જોવા મળતો હોય છે. પથ્થરની કોતરો અને તેના કુદરતી રંગ અને દેખાવને લઈ પ્રવાસીઓ માટે એક સુંદર સ્થળ છે. આ સ્થળ વિશ્વની ફરવા લાયક સ્થળોમાં એક વાર અમેરિકામાં ચમક્યુ હતુ. એક ટ્રાવેલ ફોટોગ્રાફરે તેની તસ્વીરોને લઈ તેની ઓળખને દેશ વિદેશમાં રજૂ કરી હતી. ચોમાસામાં હાલ સ્થળનો નજારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે.

આ સુંદર જગ્યાની રચના હવાના તેજ થપેડા, કચ્છની કારમી ગરમી અને પાણીના વહેણને કારણે થઈ છે. સ્થાનિક લોકો આ જગ્યા વિશે જાણે છે. આ સ્થળ પર આવેલા પર્વતને સાત શિખરો છે. અહીંના લોકો તેને મહાભારત પર્વત તરીકે ઓળખે છે.
અમેરિકાના ગ્રાન્ડ કેન્યોન
આ સ્થળ શુષ્ક જંગલોથી ઘેરાયેલું છે. આ ખીણ સેંકડો વર્ષોથી નદીના વહેણથી કાપીને પથ્થરોથી બનેલી છે. અમેરિકાના ગ્રાન્ડ કેન્યોનનો નજારો આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીં ઊંડાણમાં એક નદી વહે છે, જેના બંને કાંઠા ખૂબ ઊંચા અને સીધા છે. એક લાંબી, ઊંડી અને સાંકડી ખીણ છે જેમાં ખડકની દિવાલો છે, જેમાંથી પાણી વહે છે.
કચ્છના કડિયા ધ્રો જવા માટે કયો સમય શ્રેષ્ઠ છે ?

આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે. આ સ્થળ ભુજથી માત્ર એક કલાકના અંતરે છે. કાલિયા ધોરો ઉપરાંત રણ, હમીરસર તળાવ, આયના મહેલ અને માંડવી બીચ પણ છે.
કેવી રીતે પહોંચવું
ગુજરાતથી કચ્છ સુધીનો પ્રવાસ બસ અને ટ્રેન દ્વારા કરી શકાય છે. આગળ તમે જીપ પ્રવાસ માટે જઈ શકો છો. જીપનું ભાડું 100 રૂપિયાની આસપાસ છે. આ જગ્યા રસ્તાથી દૂર છે, અહીં પહોંચવા માટે માટીનું મેદાન છે, ત્યાં કોઈ રસ્તો નથી.