આ છે રાજકોટની ફરવાલાયક બેસ્ટ જગ્યાઓ, પરિવાર સાથે આજે જ બનાવો પ્લાન
ઉનાળાનું વેકેશન ચાલુ થઈ ગયું. બાળકોની સાથે-સાથે તેમના માતા-પિતા પણ વેકેશનની રાહ જોતાં હોય છે. ત્યારે જો તમે પણ રાજકોટથી છો તો આ ઇન્ફોર્મેશન તમારા માટે જ છે. રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે કારણ કે દરેક પ્રકારની મોજ તમને રાજકોટમાં જોવા મળશે. ખાવા-પીવાથી લઈને હરવા-ફરવાના સ્થળોમાં રાજકોટ જિલ્લાનો કોઈ મુકાબલો જ નથી. ત્યારે આજે આપણે વાત કરીએ રાજકોટમાં આવેલી ફેમસ જગ્યાઓની જ્યાં તમે પોતાના બાળકો અને ફેમેલી મેમ્બર સાથે ફરવા જઈ શકો છો.
અટલ સરોવર

1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસે રાજકોટના લોકો માટે અટલ સરોવર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારથી લઈને આજ દિવસ સુધી આ સ્થળ લોકો માટે ફેવરિટ રહ્યું છે. અહી તમે ફાઉન્ટેઈન શો,લેન્ડસ્કેપિંગ, બોટનિકલ ગાર્ડન, સાયકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોલ્ક-વે, ટોય ટ્રેન, ફેરી વ્હીલ, એમ્ફી થિયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, વગેરે જેવી અનેક સુવિધાઓ તમને અહીંયા મળશે.
- એડ્રેસ : રૈયા સ્માર્ટ સિટી વિસ્તાર, ન્યુ રેસકોર્સ
રોટરી ડોલ્સ મ્યુઝિયમ

રાજકોટમાં આવેલું રોટરી ડોલ્સ મ્યુઝિયમ એ પણ એક મુલાકાત લેવા લાયક સ્થળ છે. આ મ્યુઝિયમનું નામ લીમ્કા બૂક ઓફ રેકોર્ડમાં પણ નોંધાઈ ચુક્યું છે. આ ડોલ્સ મ્યુઝિયમ ઢીંગલીઓના માધ્યમ દ્વારા વિશ્વની સંસ્કૃતિ અને પરંપરાઓની ઝાંખી કરાવે છે. આ એક એવું મ્યુઝિયમ છે જેમાં એક પણ ઢીંગલી રિપીટ થતી નથી.
એડ્રેસ : બીજું માળ, નાગરિક બેંક બિલ્ડીંગ, યાજ્ઞિક રોડ,
હીરા પાંના કોમ્પ્લેક્સ સામે, જગ્નથ પ્લોટ, રાજકોટ
ઈશ્વરીયા પાર્ક

ઈશ્વરીયા પાર્કએ રાજકોટનું ખૂબ જ પ્રસિદ્ધ પિકનીક સ્થળ છે. પરિવાર અને મિત્રો સાથે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સ્થાન છે. અહી તમને ખુશનુમા અને સુખદ વાતાવરણ મળી રહેશે. બાળકોને રમવા માટેનું વિશાળ મેદાન મળશે તો જો તમે પરિવારના તમામ સભ્યો સાથે આવો છો તો નાનપણમાં રમતા એ બધી જ જૂની રમતો તમે અહી રમી શકો છો. મોકળું મેદાન તમને અલાયદી સુવિધા આપશે.
એડ્રેસ : માધાપર નજીક, જામનગર રોડ,રાજકોટ
રામવન

રાજકોટના આજીડેમ નજીક અર્બન ફોરેસ્ટમાં 47 એકરમાં રામવન ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે આ રામ વનમાં ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. તેમજ અહી 30 ફૂટની રામ મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. પ્રાકૃતિક અને શાંતિપૂર્ણ વાતાવરણ અહી તમને મળી રહેશે.
- એડ્રેસ : આજીડેમ નજીક, રાજકોટ
પ્રદ્યુમન પાર્ક

જો તમે પણ નેચર લવર્સ અને એનિમલ લવર્સ છો તો તમારે રાજકોટમાં આવેલા પ્રદ્યુમન પાર્કની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહી બાળકોને વિવિધ જાતિના પ્રાણીઓ પણ જોવા મળશે. પ્રદ્યુમન પાર્કમાં બાળકો જ્ઞાન સાથે ગમ્મત મેળવી શકશે.તમે અહી ફેમેલી સાથે વન ડે પિકનિક પ્લાન કરી શકો છો.
- એડ્રેસ માર્કેટિંગ યાર્ડ નજીક, લાલપરી તળાવ, રાજકોટ
હિંગોળગઢ

રાજકોટ જિલ્લાના ફરવા લાયકસ્થળોમાનું એક છે હિંગોળગઢ. રાજકોટ જિલ્લાના પૈકીના વીંછીયા તાલુકામાં આવેલું એક ગામ છે. હિંગોળગઢનો કિલ્લો ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં આવો ગઢ ભાગ્યે જ હશે. દૂરથી દેખાતો હિંગોળગઢ જાણે આકાશ સાથે વાતો કરતો હોય એવો લાગે છે.
- કેવી રીતે પહોંચવું:
રેલ્વે માર્ગે
નજીકનું રેલવે સ્ટેશન રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન છે. - રસ્તા માર્ગે
રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી માત્ર 70 કિમી દૂર.
ઇસ્કોન ટેમ્પલ

પ્રેમનું પ્રતિક ગણવામાં આવતા રાધા-કૃષ્ણનું એક મંદિર રાજકોટમાં પણ આવેલું છે જેને ઇસ્કોન ટેમ્પલ પણ કહેવામાં આવે છે. ઇસ્કોન ટેમ્પલ એક ખૂબ જ શાંત અને અલૌકિક જગ્યા છે જ્યાં શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી દર્શન કરવા આવે છે.
એડ્રેસ
હરે કૃષ્ણ લેન્ડ, કણકોટ પાટિયા કાલાવડ રોડ સામે, મોટા મોવા રાજકોટ
કબા ગાંધીનો ડેલો

કબા ગાંધીનો ડેલો એ ગાંધીજીનું નિવાસસ્થાન ગણવામાં આવે છે. આ ઘર મહાત્મા ગાંધીનું 1881 થી 1915 સુધી મુખ્ય કુટુંબ નિવાસ હતું. તે પરંપરાગત સૌરાષ્ટ્રીયન સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે અને વર્તમાનમાં ગાંધી સ્મૃતિ નામના કાયમી પ્રદર્શનમાં પરિવર્તીત કરવામાં આવ્યું છે.
એડ્રેસ
કડિયા નવલાઇન, ધર્મેન્દ્ર રોડ,
લોહાણા પરા, રાજકોટ
ખંભાલીડાની ગુફા

રાજકોટ જિલ્લાના કાગવડ નજીક ખંભાલીડા ખાતે આવેલી 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાને રક્ષિત સ્થળ તરીકે જા
હે૨ ક૨વામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક વારસાની ધરોહર ગણાતી આ બૌદ્ધ ગુફામાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ ખુશ્બૂ ગુજરાત કીનું શૂટિંગ કર્યું હતું.
એડ્રેસ
ગોંડલથી 20 કિલોમીટરના અંતરે, ખંભાલીડા ગામમાં