રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
રાજકોટમાં રવિવારે બપોરે તાપમાન ૪૨ ડિગ્રીને પાર થતાં લોકો ત્રાસી ઉઠયા
રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. તેવામાં આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાનો ન હોવાની આગામી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કમોસમી વરસાદ વચ્ચે કેટલાક રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.
હવામાન વિભાગે આગાહી કરતાં કર્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાના નથી. એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં એકાદ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે તો બીજી સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડી રહી છે.
રાજકોટમાં શનિવારે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પર રહ્યો હતો જ્યારે રવિવારે સવારથી જ ગરમી વધી હતી અને બપોરના સમયે મહત્તમ તપમનાનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગરમીના પક્રોપને કારણે લોકો ત્રાસી ઉઠયા હતા.