અમરેલીની રસદાર કેસર કેરીનો સ્વાદ છેક અમેરિકા અને કોરિયા સુધી પહોચ્યો…વાંચો કેરીની સફર….
હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં કેરી ખાવાની ખુબ જ મજા પડતી હોય છે. ગુજરાતીઓની પહેલી પસંદ એટલે કેરી. તેમાં પણ ગીરની ફેમસ કેરીનો તો સ્વાદ જ કંઇક અલગ હોય ત્યારે ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે. અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે. ત્યારે આ વિદેશમાં કેસર કેરી પંહોચાડવા એક શિક્ષકે ભારે જહેમતે ઉઠાવી છે.
અમરેલીના એક શિક્ષકે અમેરિકામાં બેન લાગેલી કેરીઓ શરૂ કરાવવા 2001 થી લઈને છેક 2007 સુધી અમેરિકા અને ભારત વચ્ચેના કરારો કરાવીને 183 જેટલી કેરીમાં પૂર્તતા પૂર્ણ કરીને કેસર કેરી અમેરિકાના વાઇટહાઉસ સુધી પહોંચાડવાની સિદ્ધિ હાંસિલ કરી છે. મધુભાઈ સવાણી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભામોદ્રા ગામના વતની છે ને ઠવી વીરડી ગામ વચ્ચે 150 વીઘા વાડીમાં 10 હજાર આંબાના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને 300 – 300 ગ્રામ ની કેરીઓ પકાવીને વિદેશમાં એક્સપોર્ટ કરીને ડોલરમાં રૂપિયા કમાઈ રહ્યા છે.
કોણ છે મધુભાઈ સવાણી ??

વાઇટ સુટબુટ ને માથે હેટ પહેરેલા છે મધુભાઈ સવાણી જેઓ દામનગર ખાતે શિક્ષકની નોકરી કરીને દીકરાને વિદેશમાં ભણાવવા અને સ્થાઈ કરવા નોકરી માંથી રાજીનામુ આપીને અમેરિકા ગયાને પુત્રોને ભણાવ્યાને અમેરિકામાં સ્થાઈ થયા હતા ત્યારે તેમનો દેશપ્રેમ તેમને પાછો ભારત દેશ લઇ આવ્યો અને વતનમાં ખેતીકામ શરૂ કર્યું. ત્યારબાદ અમેરિકા દીકરાને મળવા ગયા ત્યારે કેસર કેરીઓ છુપાવીને અમેરિકાના એરપોર્ટ સુધી પહોંચી પણ ત્યાં કેરીઓ એરપોર્ટ સત્તાધીશોએ પકડી પાડીને ફેંકાવી દીધી હતી.

કેસર કેરીઓ પોતાના દીકરાઓ ખાઈ ના શકયા અને કેસર કેરીઓ કેમ અમેરિકામાં નથી આવતી એ જાણતા અમેરિકાએ અમુક નોમ્સને લઈને આ કેરીઓ પર બેન મૂક્યું હોવાનું જાણવા મળ્યું ને એમના દીકરા ડો.ભાસ્કર સવાણી દ્વારા વાઇટ હાઉસથી લઈને છેક ભારત દેશના મંત્રાલય સુધી 2001 થી લઈને 2007 સુધી મહેનત કરી અને 6 વર્ષની જહેમતનું ફળ પ્રાપ્ત થયું. અમેરિકાએ 183 જેટલી પૂર્તત્તા બાદ કેસર કેરીઓને અમેરિકામાં પરવાનગી મળી હતી ત્યારે કેસર કેરીના બગીચામાં 10 હજાર આંબાના વૃક્ષોનું લાલન પાલનની જવાબદારી મધુભાઈએ લીધી હતી. વયોવૃદ્ધ પણ યુવાનોને શરમાવે તેવા મધુભાઈ સવાણી 85 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિ સાથે રોજ પોતાની વિદેશથી આવેલી આધુનિક કારમાં આંબાના બગીચામાં આવે છે ને કેરીઓની કાળજી રાખતા મજુરો પર નજર રાખે છે.

કેસર કેરી એ ફળોમાં રાણી ગણાય છે ને કેસર કેરીઓ 2007માં અમેરિકા પહોચાડવામાં બહુ જટીલ પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે ને કેસર કેરી અને આલ્ફાનજો,રત્નાપૂરી કેરીઓનુ 300 ગ્રામનું ફળ પ્રથમ એક કેરેટમાં કેરીઓ જમાં કરાવીને ધરમપુર ખાતે મોકલવામાં આવે છે ને ત્યાં ગ્રેડેશન થયા બાદ લસણગામાં બોક્સમાં પેકિંગ કરીને મુંબઈ થઈને કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોચાડવામાં આવે છે. પ્રથમ આ કેસર કેરીઓ અમેરિકા પહોંચી ત્યારે વાઇટહાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો છે.

ડચેસ ઓફ ન્યુયોર્કમાં પ્રિન્સ એન્ડ્રુની પત્ની સારાહ ફર્ગ્યુસને પણ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છે જ્યારે રાણી એલીજાબેથના પુત્રવધૂ એ પણ કેરીઓનો સ્વાદ લીધો છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી પ્રથમવાર અમેરિકાના વોશિંગટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા ત્યારે મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એજ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓના મંગાવી મોદીજીને કેરીઓ ભોજનમાં પીરસી હતી. આમ અમરેલીની કેરીઓ અમેરિકા સુધી પહોંચી હતી
