સૂર્યદેવતા 14મી જાન્યુ.એ આ સમયે મકર રાશિમાં કરશે પ્રવેશ: જાણો મકરસંક્રાંતિના દિવસે કયા રાશિના જાતકોએ શું દાન કરવું
પોષવદ અગિયારસને બુધવાર તા.14-1-2026ના દિવસે સૂર્યનારાયણ ભગવાન બપોરે 3-08 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકરસંક્રાંતિ છે સાથે આ દિવસે ષટ્તિલા એકાદશી પણ છે અને આ દિવસે આખો દિવસ અનુરાધા નક્ષત્ર પણ છે. આમ, આ વર્ષે મકરસંક્રાંતિ શુભ અને ઉત્તમ ફળ આપનાર બનશે.તા.14-1-26ને બુધવારે સૂર્ય ગ્રહ બપોરે 3-08 કલાકે મકર રાશિમાં પ્રવેશની સાથે કમુહૂર્તા પૂર્ણ થશે ત્યારબાદ શુભ પ્રસંગોની શરૂઆત થશે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં શુક્ર ગ્રહનો અસ્ત હોતા અમુક પંચાંગના જણાવ્યા પ્રમાણે ગોરણી જમાડી અને શુક્રના જપ કરાવી લગ્ન થઈ શકશે.તા.14ને બુધવારે આ વર્ષે સૂર્યદેવતા બપોરે 3-08 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરતા હોવાથી દાન દેવાનો શુભ સમય બપોરે 3-08 કલાકથી સાંજના 6-23 સુધી વધારે શુભ છે.
આ પણ વાંચો :ભારત કી જાન મોદી…રાજકોટની 12 વર્ષની પુત્રી પ્રિશા પટેલની PM મોદીને સૂરીલી ભેટ: પીગી બેંકની બચતમાંથી બનાવ્યું ગીત
રાશિ પ્રમાણે દાનની વિગત
- મેષ-સિંહ-ધનઃ કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળુ કપડું, કાળા તલની વાનગી.
- વૃષભ-ક્નયા-કુંભઃ ઘઉં, ગોળ, લાલ કાપડ, લાલ તલ, તાંબાનું વાસણ, કંકુની ડબ્બી.
- કર્ક-તુલા-મીનઃ ઘી, ખાંડ, સફેદ તલ, પ્રિન્ટેડ કાપડ, ચાંદી.
- મિથુન-વૃશ્વિક-મકરઃ ચણાની દાળ, પીળુ કાપડ, પિત્તળનું વાસણનું દાન કરવું શુભ છે.
લગ્નના મુહૂર્તો
- જાન્યુઆરી મહિનામાં તા.20, 23, 24, 25, 26, 29.
- ફેબ્રુઆરીમાં તા.3, 5, 6, 7, 8, 10, 12, 13, 20, 21, 22 તા.24-2-26થી હોળાષ્ટક બેસે છે
- આ વર્ષે પુરુષોત્તમ માસ હોવાના કારણે શિવરાત્રી, હોળીના તહેવાર 15 દિવસ વહેલા આવશે.
- તા.23 જાન્યુઆરી વસંત પંચમી
- તા.15 ફેબ્રુઆરી મહાશિવરાત્રી.
- તા.3 માર્ચએ હોળી.
–
