સોમનાથ મંદિર પર બનેલી ફિલ્મ ‘કેસરીવીર લિજેન્ડ્સ ઑફ સોમનાથ’ની રીલીઝ ડેટ બદલાઈ : જાણો ફિલ્મ ક્યારે થશે રીલીઝ
બોલિવૂડ એક્શન હીરો સુનીલ શેટ્ટી ફરી એકવાર દેશભક્તિ અને શક્તિશાળી પાત્ર સાથે મોટા પડદા પર પાછા ફરવા જઈ રહ્યા છે. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કેસરી વીર’ને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. હવે આ ફિલ્મને લગતી એક નવી અપડેટ સામે આવી છે. ફિલ્મની રિલીઝ તારીખ બદલાઈ ગઈ છે અને નિર્માતાઓએ તેની નવી તારીખની સત્તાવાર જાહેરાત કરી છે.
શું છે કેસરીવીર ફિલ્મની કહાની
સૂરજ પંચોલી અભિનીત આ હિસ્ટોરિકલ ડ્રામા એક ગુમનામ યોદ્ધાવીર હમીરજી ગોહિલની કહાણી પર આધારિત છે. 14 મી સદીમાં ગુજરાતમાં સોમનાથ મંદિરને બચાવવા માટે ધર્મ યોદ્ધાઓની આ લડાઈની પહેલી ઝલક ફિલ્મ પ્રત્યે ચાહકોનો ઉત્સાહ વધારી દે છે. એક મિનિટ અને 47 સેકન્ડના આ ટીઝરમાં સૂરજ પંચોલીની એક્ટિંગ ધ્યાન ખેંચાવે તેવી છે.
કેસરીવીર ક્યારે રિલીઝ થશે
આ ફિલ્મ આવતા 14 માર્ચના રોજ રિલીઝ થવાની હતી. જો કે નિર્માતા કનુ ચૌહાણે ફિલ્મની નવી રિલીઝ તારીખ જાહેર કરી છે. નિર્માતાઓએ નવી રિલીઝ ડેટ જાહેર કરતાં કહ્યું કે કેસરી વીર માટે પ્રેમ અને અપેક્ષાઓ અપાર છે. વધુ પ્રભાવશાળી વૈશ્વિક લોન્ચ સુનિશ્ચિત કરવા માટે અમે રિલીઝ તારીખ 16 મે 2025 સુધી લંબાવી રહ્યા છીએ.
સુનિલ શેટ્ટીએ વેગડા જીની ભૂમિકા ભજવી છે, હમીરજી ગોહિલે સૂરજની ભૂમિકા ભજવી છે.
‘કેસરી વીર: ધ લેજેન્ડ્સ ઓફ સોમનાથ’ ઇતિહાસના પાના સુધી સીમિત ઐતિહાસિક વાર્તા પર આધારિત છે. આ વાર્તા ૧૪મી સદીમાં સોમનાથ મંદિરને આક્રમણકારોથી બચાવવા માટે લડનારા અને પોતાના જીવનનું બલિદાન આપનારા ગુમ થયેલા યોદ્ધાઓની પ્રેરણાદાયી વાર્તા છે. આ ફિલ્મમાં, સુનિલ શેટ્ટી યોદ્ધા વેગડાજીની ભૂમિકા ભજવે છે, જે પોતાના વતનના કટ્ટર રક્ષક છે. તેની સાથે સૂરજ પંચોલી છે, જે રાજપૂત રાજકુમાર હમીરજી ગોહિલની ભૂમિકા ભજવે છે.