રાજકોટમાં રોશનીનો મહાસાગર ડ્રોન કેમેરાની નજરે….દ્રશ્યો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
દિવાળીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ. રાજકોટ અગ્યારસ અને વાક્બારસની જેમ ધનતેરસની રાત્રે પણ ઝળહળી ઉઠ્યુ હતું અને આજે બુધવારે રૂપ ચૌદશના દિવસે પણ ઝળહળશે. કહેવાનો અર્થ એ છે કે, આ દિવસોમાં લોકો સમસ્યા ભૂલીને નવા વર્ષનો ભરપુર આનંદ માણી રહ્યા છે. આ ડ્રોન તસવીરો જોઇને જ ખ્યાલ આવી જાય છે કે, શહેરમાં કેટલો ઉમંગ અને ઉત્સાહ છે.

સૌ કોઈના દિલના અંધારા દૂર કરી જીવનમાં ખુશીઓનો પ્રકાશ પથરાય તે માટે સદીઓથી પરંપરા મુજબ દિવાળીના પર્વે ઘેર ઘેર દિવડા પ્રગટાવવાનું અનેરું મહત્વ રહેલું છે અને રાજકોટ એ પરંપરા બરાબર જાળવે છે. સમયનાં બદલાવ અને જમાનાના પરિવર્તન સાથે પર્વો અને તહેવારોની ઉજવણીમાં પણ આધુનિકતાની અસર સાથે બદલાવ જોવા મળી રહ્યો છે આમ છતાં રાજકોટની દિવાળી માણવા જેવી ચોક્કસ છે. ( તસવીર: રવિ ગોંડલિયા)



