સરકારનાં નવા નિયમથી રાજકોટનાં 455 ટ્યુશન કલાસીસનાં શિક્ષકો ‘બેરોજગાર’ થશે! કલેકટરનાં માધ્યમથી સરકારને રજુઆત
નામાંકિત અને વર્ષે લાખોની તગડી ફી વસુલતા કોચિંગ કલાસીસને માત્ર નજરમાં રાખી સરકાર નિયમો બનાવે છે,જ્યારે નવા નિયમો બનાવતાં પહેલાં રાજકોટમાં આવેલાં 455 જેટલાં નાના ટ્યૂશન કલાસીસને ધ્યાને લે તેવી ફેડરેશન ઓફ એકેડેમિક એસો. દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
સરકારનાં આ નિયમથી 455 જેટલા કલાસીસનાં શિક્ષકો બેરોજગાર થઈ જશે,આ મુદ્દે રાજકોટ સહિત રાજ્યભરમાં કોચિંગ ક્લાસીસ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ વિરુદ્ધ જે અધિનિયમ લાવવામાં આવ્યો છે તેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થશે અને મોટાભાગના ક્લાસીસ બંધ થઈ જશે.
આ પણ વાંચો :રાજકોટના હિરાસર એરપોર્ટ પર 5 જ મિનિટમાં પેસેન્જરોની બેગમાંથી રોકડ-ઘરેણાની ચોરી, LCB ટીમે શખ્સને દબોચ્યો
આ રજૂઆતમાં એવી માંગણી કરવામાં આવી છે કે અમદાવાદ ખાતે મળેલી એક મંથન બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નિયમો બનાવવા માટે જે કમિટી બની છે તેમાં ફેડરેશનના પ્રતિનિધિઓને સ્થાન આપવું જોઈએ.
આ પણ વાંચો :મહિસાગરના મહિલા કોન્સ્ટેબલને PI સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો! પરિણીત PI સાથે વારંવાર પકડાઈ જતા કરાયા સસ્પેન્ડ
16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન નહીં કરાવવાનો નિયમ ખોટો છે, જેનાથી બાળકોનું ભણતર બગડશે અને તેમને અભ્યાસમાં મુશ્કેલી પડશે. સરકાર આવો કોઈ નિયમ રજૂ ન કરે તે માટે કલેકટરને આવેદનપત્ર આપી આ વાત સરકાર સુધી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી. દરેક કોચિંગ ક્લાસીસને શૈક્ષણિક સંસ્થાનો દરજ્જો આપી શિક્ષણ વિભાગમાં એક વખત કાયમી રજીસ્ટ્રેશન આપવું, દરેક સંસ્થાને ક્યુઆર આધારિત ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે, શાળા કે કોલેજે સાથે સંકળાયેલો કોઈપણ શિક્ષકે કર્મચારી રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં સહિત મુદ્દાઓ પર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
