મશીન આપણા બાપનું જ છે… અહી ચૂંટણી સમયે ભાજપ નેતાના પુત્રએ બોગસ વોટીંગ કરાવ્યું
રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. હવે 4જૂને પરિણામ પર સૌની નજર રહેશે. મતદાન દરમિયાન અનેક મતદાન બુથની અંદરના વિડીયો પણ વાયરલ થયા હતા ત્યારે આવો જ વધુ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો દાહોદ લોકસભા બેઠકનો છે જ્યાં ઈવીએમ કેપ્ચરીંગની ઘટના સામે આવી હતી.આ વિડીયો સામે આવ્યા બાદ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના દાહોદ લોકસભા બેઠકનો છે જ્યાં મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પરથમપુર ગામમાં આવેલા બૂથમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે મતદાન કરતી વેળાએ EVMનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર બૂથમાં ઘૂસી ગયા હતા અને ઇવીએમ કેપ્ચર કર્યું હતું.
હતો નેતાના પુત્ર વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપના ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું હતું અને બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો ભાંડી હતી.
ભાજપ નેતાના પુત્રએ બૂથને પોતાના કબજામાં કરી લીધું હતું અને લોકો પર રોફ જમાવતો હતો. અને તેને EVM પોતાના સાથે લઇ જવાની પણ વાત વીડિયોમાં કરવામાં આવી હતી. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામમાં વાયરલ થયા બાદ વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ વીડિયો ડીલિટ કર્યો હતો. તો બીજી તરફ આ મામલે દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે આ મામલાની ગંભીરતાને લઈને કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.