રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટની હાલત જાણે કે બસ સ્ટેન્ડ જેવી થઈ ગઈ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે એરપોર્ટ ઉપર કામચલાઉ ધોરણે ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુરૂવારે રાત્રે પડેલા તોફાની વરસાદને કારણે વરસાદી પાણી ટર્મિનલમાં ઘૂસી ગયા હતા. આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ટપકવા લાગતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.