રાજકોટમાં જામશે મેળાની રંગત :’શૌર્યનું સિંદૂર’ લોકમેળાનો મંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ, મેળાની મોજ માણવા લોકો ઉમટ્યા
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આજથી પાંચ દિવસીય લોકમેળાનો પ્રભારીમંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી શરુ થઇ છે. 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી 5 દિવસ સોમવાર સુધી રાજકોટમાં આ ઉજવણી અને રજાનો માહોલ રહેશે.

એટલે હવે 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી 5 દિવસ એટલે આજથી પાંચ દિવસ સુધી રોજેરોજ મોજેમોજ જોવા મળશે. રાઘવજી પટેલની સાથે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડિયા,ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, રમેશ ટીલાળા,મ્યુન્સિપલ કમિશનર તુષાર સુમેરા, કલેકટરે ઓમ પ્રકાશ, પોલીસ કમિશનર સહીતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. તેમજ મેળાની મોજ માણવા લોકો પણ ઉમટ્યા હતા.

ખાણીપીણીના નાના 6 અને મોટા 46 સ્ટોલ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળાને શૌર્યનું સિંદૂર નામકરણ થયું છે.આ વર્ષે લોકમેળામાં ખાણીપીણીના નાના 6 અને મોટા 46 સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, આઈસ્ક્રીમના 16 અને રમકડાના 110 સ્ટોલ મેળામાં છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ

સાથે જ મોતના કુવા સહિત મનોરંજન માટે નાની ચકરડીના 12 , મધ્યમ ચકરડીના 3 અને મોટી સાઈઝના ફજર-ફાળકા માટે 36 જેટલી યાંત્રિક રાઇડ્સ રાખવામાં આવી છે. લોકોના મનોરંજન માટે રોજ બપોરે 3.45 થી લઈને રાતે 10 વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.

લોકમેળાની વ્યવસ્થા
સહેલાણીઓ માટે 6 એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ
16 -વોચ ટાવર
કંટ્રોલરૂમ-04
એક ઇમરજન્સી રૂટ-1
1640 પોલીસ જવાન તૈનાત રહેશે
100 સફાઈ કામદાર
400 રેવન્યુ કર્મચારીઓ
18-એનડીઆરએફના જવાન
22 -SDRFના જવાન
4 – એમ્બ્યુલન્સ
રૂ.8 કરોડનું વીમા કવચ
તમામ ડોક્યુમેન્ટ રજૂ કરનાર
રાજકોટના લોકમેળો ‘સાફ’ રાખવા 260 સફાઇ કામદારોની ફૌજ ઉતરશે : 2 JCB, 4 ડમ્પર અને 10 મીની ટીપરવાન તૈનાત રખાશે
આજથી રાજકોટનો ભાતીગળ લોકમેળો કે જેને આ વર્ષે ‘શૌર્યનું સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે તેનો ઉત્સાહભેર પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં સફાઈનું પણ પૂરતું ધ્યાન રાખવા માટે મહાપાલિકા દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઈ થઈ શકે તે માટે 260 સફાઈ કામદારોની ફૌજ ઉતારવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટના લોકમેળામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા 500 કર્મચારીઓને રાઉન્ડ ધ કલોક બજાવશે ફરજ
જન્માષ્ટમી પર્વે શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કવીક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે ત્યારે લોકમેળામાં જનસુખાકારી માટે 500 જેટલા અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવી છે જેમાં મામલતદાર, TDO, હેલ્થ, આરએમસી અને PGVCL સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેળામાં સફાઈ કામગીરી માટે 100 જેટલા સફાઈ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ભારતની ગામઠી સંસ્કૃતિનું પ્રતિબિંબ : ‘શૌર્યનું સિંદૂર લોકમેળા’નો પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર

શ્રીકૃષ્ણ જન્મના વધામણાં કરવા રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચ દિવસીય ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. આ મેળાના પ્રવેશદ્વારમાં ગામઠી સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. ભારત ગામડાંઓનો બનેલો દેશ છે. ગ્રામ્ય સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. આ લોકમેળામાં રાજકોટ તથા આજુબાજુના ગામોમાંથી સાતમ-આઠમ ઉજવવામાં લાખો લોકો ઉમટી પડે છે. તેથી, મેળાના પ્રવેશદ્વારમાં ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે.
