વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન : ઓલરાઉન્ડર ગુજરાતી ખેલાડી બન્યો વાઇસ કેપ્ટન,અમદાવાદમાં આ તારીખથી રમાશે પ્રથમ મેચ
વેસ્ટ ઈન્ડિઝ સામે આવતા મહિને રમાનાર બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ગુરુવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ સીરિઝ માં શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે રવિન્દ્ર જાડેજાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની સીરિઝ ની પહેલી મેચ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. હકીકતમાં, શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડ રમવા ગયેલી ટેસ્ટ ટીમમાં નોંધપાત્ર ફેરફારો થયા છે
રવિન્દ્ર જાડેજાને આ સીરિઝ માટે ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત
રવિન્દ્ર જાડેજાને આ સીરિઝ માટે ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઋષભ પંતની ઈજાને કારણે જાડેજા ઉપ-કેપ્ટન બન્યો છે. દેવદત્ત પડિકલની વાપસી થઈ છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમનાર કરુણ નાયરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.
🚨 Presenting #TeamIndia's squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025
અક્ષર પટેલ ટીમમાં પરત ફર્યો
કરુણ નાયરને સીરિઝ માં સામેલ ન કરવાની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેનું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી નહોતું, અને એવું જ થયું. દરમિયાન, અક્ષર પટેલ પરત ફર્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ગયા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમનો ભાગ રહેલા ઓપનર અભિમન્યુ ઈશ્વરન બહાર છે.
ઋષભ પંત નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે
નિયમિત ઉપ-કપ્તાન ઋષભ પંત હજુ સંપૂર્ણપણે ફિટ નથી અને પસંદગી માટે ઉપલબ્ધ નથી. ઇંગ્લેન્ડ સામેની સીરિઝ દરમિયાન પંતના પગમાં ફ્રેક્ચર થયું હતું. પસંદગી સમિતિના વડા અજિત અગરકરે કહ્યું, “આશા છે કે, તે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે.”
ટીમમાં આ ખેલાડીઓને મળ્યું સ્થાન
જોકે, બે ટેસ્ટ મેચની વેસ્ટ ઇન્ડીઝ સીરિઝ માટે ભારતની ટેસ્ટ ટીમમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટમાં જમણા પગમાં ફ્રેક્ચર થયેલા વિકેટકીપર ઋષભ પંત વેસ્ટ ઇન્ડીઝ સીરિઝ માંથી બહાર છે. ધ્રુવ જુરેલ પ્રથમ પસંદગીના રિપ્લેસમેન્ટ તરીકે રમશે, જ્યારે તમિલનાડુના એન. જગદીશા બેકઅપ વિકેટકીપર હશે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. કુલદીપ યાદવ સ્પિન આક્રમણનું નેતૃત્વ કરશે. રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ સ્પિન ઓલરાઉન્ડર તરીકે રમશે.
- બેટ્સમેન – શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ
- વિકેટકીપર્સ – ધ્રુવ જુરેલ, એન. જગદીસન
- સ્પિનર્સ – કુલદીપ યાદવ
- બેટિંગ ઓલરાઉન્ડર – નીતિશ કુમાર રેડ્ડી
- સ્પિન ઓલરાઉન્ડર – રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ
- ફાસ્ટ બોલર – જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના
વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે 15-સભ્યોની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, એન કુમાર પટેલ, એન કુમાર પટેલ. (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ
