T20 World Cup 2026 Prize Money: વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ: ₹ 131 કરોડનું બમ્પર ઈનામ, ICC બાદ BCCIએ ખોલ્યો ખજાનો
ટી-20 વર્લ્ડકપ-2026ના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતીય ટીમ ઉપર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ICC દ્વારા ભારતીય ટીમને 27.48 કરોડનું ઈનામ અપાયા બાદ હવે BCCIએ 131 કરોડનું ઈનામ જાહેર કર્યું છે. આ રીતે ટીમને કુલ 158.48 કરોડનું ઈનામ મળશે.
આ રકમ માત્ર ખેલાડીઓને નહીં, પરંતુ ટીમના કોચિંગ સ્ટાફ, સપોર્ટિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે. આ પહેલાં ભારત 2024માં ચેમ્પિયન બન્યું હતું ત્યારે ખેલાડીઓને 125 કરોડનું ઈનામ આપવામાં આવ્યું હતું. એ સમયે ખેલાડીઓ અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 5-5 કરોડ રૂપિયા મળ્યા હતા. આ વખતે BCCIએ ઈનામની રકમ 6-6 કરોડ રૂપિયા વધારીને 131 કરોડ કરી છે.
ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ટાઇટલ જીત્યું
નોંધનીય છે કે રવિવાર (8 માર્ચ) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ જીત સાથે, ભારતે સફળતાપૂર્વક T20 વર્લ્ડ કપ ટાઇટલનો બચાવ કર્યો. ભારત ટુર્નામેન્ટના ઇતિહાસમાં સતત બે ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની.
આ પણ વાંચો :ગુજરાતના શહેરોમાં તળાવો-હવાની ગુણવત્તા સુધારવા માટે ‘લેક એન્ડ એર વોચ’ પહેલ શરૂ કરાશે: મોનિટરિંગ માટે સિસ્ટમ અમલી બનશે
ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો
એટલું જ નહીં, ટીમ ઇન્ડિયાએ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ પણ રચ્યો હતો. અગાઉ, ભારતે 2007 અને 2024 માં ટ્રોફી જીતી હતી. હવે, 2026 ની જીત સાથે, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી સફળ ટીમ બની ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડે બે વાર T20 વર્લ્ડ કપ જીત્યો છે.
BCCI શુભકામનાઓ પાઠવી
BCCI એ આ નોંધપાત્ર સિદ્ધિ માટે ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારોને અભિનંદન પાઠવ્યા છે. બોર્ડે જણાવ્યું હતું કે આ જીત ભારતીય ક્રિકેટ માટે ગર્વની ક્ષણ છે અને આશા છે કે ટીમ ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરતી રહેશે. BCCI દ્વારા જાહેર કરાયેલા પુરસ્કારો ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોમાં વહેંચવામાં આવશે.
BCCI એ ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ જીત બદલ ₹131 કરોડ (આશરે $1.31 બિલિયન) ની ઈનામી રકમની જાહેરાત કરી છે, જે પાછલા T20 વર્લ્ડ કપની સરખામણીમાં ₹6 કરોડ (આશરે $1.25 બિલિયન) નો વધારો છે. અગાઉ, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને 2024 T20 વર્લ્ડ કપ જીતવા બદલ ₹1.31 બિલિયન (આશરે $1.31 બિલિયન) ની ઈનામી રકમ મળી હતી.
