- સ્ટેટ મોનિટરિંગ સેલે 11 પતા પ્રેમીઓને પકડી રૂ.5.26 લાખનો મુદામાલ ક્બ્જે કર્યો
વોઇસ ઓફ ડે સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના વઢવાણમાં પોલીસ લાઈન બાજુમાં આવેલી મંસુરી શેરીમાં ચાલતા જુગાર ધામના અખાડા ઉપર સ્ટેટ મોનેટરીંગ સેલે દરોડા પાડી કુલ 11 જેટલા જુગારીયાઓની અટકાયત કરી છે. અને આ જુગારીઓ પાસેથી મોબાઈલ અને રોકડ મળી રૂ.5.26 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે તમામ પ્રકારની વિગતો મેળવી અને જ્યારે જુગાર ધામનો અખાડો ચાલુ થયો અને તુરંત જ સ્ટેટ મોનેટરીંગ સેલના પી.એસ.આઇ ડીવી ચિત્રા અને તેમની ટીમે દરોડા પાડી અને ત્યારબાદ જુગારમાં 11 જેટલા જુગારીયાઓની અટકાયત કરી લીધી જોકે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે એક પણ જુગારીને ભાગવા નથી દીધો તમામને ઝડપી લીધા છે અને આ સંદર્ભે કાર્યવાહીસ હાથ ધરવામાં આવી છે કે આ રેડમાં રોકડ 10 જેટલા મોબાઈલ ફોન 9 જેટલા અલગ અલગ વાહનો મળી કુલ 5.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ત્યારે આ જુગારની રેડમાં ભવાનીસિંહ સોલંકી તેમજ બાબુભાઈ ચોવસીયા,ગજેન્દ્રસિંહ ઝાલા,સોહીલ ચામડિયા,નરેશભાઈ ગોવિંદભાઈ,હરેશભાઈ દુધરેજીયા,આનંદભાઈ મકવાણા ,અખ્તરભાઈ વંથલી,ઈરફાનભાઇ બેલી,અંકિતભાઈ શાહ અને રમેશભાઈ મોરીની અટકાયત કરવામાં આવી છે. અને આ સંદર્ભે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.