સુરતની બે સખીઓનો સજોડે આપ*ઘાતનો મામલો: મોબાઈલ ચેક કરતાં થયો ચોંકાવનારો ખુલાસો,એલન મસ્ક પણ ટેન્શનમાં
સુરતના ડીંડોલીમાં 18 વર્ષીય રોશની શીરદાદે અને 20 વર્ષીય જોશના ચૌધરી નામની નાનપણની બે બહેનપણીઓએ ત્રણ દિવસ પહેલા સવારે ઘરેથી કોલેજે જવાનું કહી નીકળ્યા બાદ સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં જઈને આપઘાત કર્યાનો મુદ્દો હવે વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે નોંધ લીધી છે.
એલન મસ્કે x પ્લેટફોર્મ પર પર આત્મહત્યાની આ ઘટના અંગે Yikes શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને ચિંતા વ્યક્ત કરી હતી . એક યુઝરએ X પર સુરતની બે યુવતીએ ChatGPT ની મદદથી કરેલ આપઘાતની વિગત શેર કરી હતી. જેની નોંધ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગકાર અને X ના માલિક એલન મસ્કે આ ઘટનાને ગંભીર ગણાવતી ટ્વિટ કરી છે.

એલન મસ્કે આ ઘટના અંગે ChatGPT નો ઉપયોગ હોવાથી નોંધ લીધી છે. કારણ કે, બંને બહેનપણીઓએ આપઘાત પહેલા ChatGPT પર How to commit suicide એવુ સર્ચ કર્યું હતું. તેમના મોબાઈલના ડિટેઈલ પરથી સુરત પોલીસે આ માહિતી મેળવી હતી.
આત્મહત્યા માટે ChatGPTનો સહારો લીધો!
આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે યુવતીઓએ આત્મહત્યા કરવા માટે અત્યાધુનિક AI ટૂલ ‘ChatGPT’ નો ઉપયોગ કર્યો હતો. તેમણે એનેસ્થેસિયાના ઓવરડોઝ દ્વારા કેવી રીતે મૃત્યુ થઇ શકે અને કઈ દવા કેટલી માત્રામાં લેવી તેની માહિતી મેળવી હતી. આ માહિતીના આધારે તેમણે ઈન્જેક્શનો લઈને આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો :T20 World Cup final: મેદાનમાં ખુલ્લેઆમ હાર્દિક પંડયા-મહીકા શર્મા રોમેન્ટિક થતાં ફેન્સ ભડક્યા,ક્રિકેટર થયો ટ્રોલ
શું છે સમગ્ર મામલો?
સુરતના ડીંડોલી વિસ્તારમાં 7 માર્ચના રોજ સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોલેજ ગયેલી બે સખીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
મળતી વિગતો મુજબ, ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી દરરોજની જેમ સવારે ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. જોકે, સાંજ સુધી બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા અને ફોનનો કોઈ જવાબ ન મળતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમની શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો :IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા ત્યારે અંતે આત્મીય સંસ્કારધામ મંદિર પરિસરના બાથરૂમમાંથી બંને યુવતીઓની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ યુવતીઓએ આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસે એફ.એસ.એલ. (FSL) ની મદદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મંદિર પરિસરમાંથી લાશ મળી આવતા ભક્તો અને સ્થાનિકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
