Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અંધશ્રદ્ધાએ 5 વર્ષની બાળકીનો ભોગ લીધો : તાંત્રિકે માસૂમ બાળકીની કુહાડીથી ગળું કાપી કરી હત્યા, વાંચો સમગ્ર ઘટના

Mon, March 10 2025


આઝાદીના વર્ષો પછી પણ આજેપણ આપણો સમાજ અંધશ્રદ્ધાના ખાડામાંથી બહાર આવી શક્યો નથી. ધીરે ધીરે આપણો દેશ એ પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે ત્યારે તેનાથી વિપરિત અંધશ્રદ્ધાના નામે બનતી હેરાનગતિ અને મારપીટની ઘટનાઓ આપણા દેશના ઘણા લોકોની પોકળ માનસિકતા છતી કરે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના છોટા ઉદેપુરમાં સામે આવી છે, જ્યાં ભૂવાએ તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી. આરોપી તાંત્રિક બાળકીના ઘરની સામે જ રહેતો હતો, તેને ઉઠાવી જઇને તેની બલી ચઢાવી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરના બોડેલી જિલ્લાના પાણેજ ગામે આધેડ ભૂવા લાલુ હિંમત તડવીએ ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાંખવાની ઘટના બની છે. બાળકી બાદ એના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા. જેથી બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે ગામલોકોએ જાણ કરી હતી. મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. તો આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી છે.

બીજા બાળકને પણ બલી ચઢાવતો પહેલા ઝડપાઈ ગયો

આ હત્યાના થોડા સમય પછી ભૂવા બીજા એક બાળકને પણ બલી આપવા લઈ જતો હતો, પણ ગામજનોએ જોઈ લીધું અને તાત્કાલિક અટકાવી દીધો. તેમણે બાળકને બચાવી પોલીસને જાણ કરી, જે બાદ મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા.

પોલીસે આરોપી ભૂવાની કરી ધરપકડ

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને લાલુ તડવીની તાત્કાલિક અટકાયત કરી છે. આ ઘટના ગામમાં ભય અને આક્રોશનું મોજુ ઉઠાવનાર બની છે, અને હવે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી ખાતરી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. અંધશ્રદ્ધાના નામે આવા ઘાતક અપરાધો સામે કડક પગલાં લેવાની જરૂર છે, અને આ ઘટનાએ ફરી એકવાર આંધળી માન્યતાઓને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકી છે.

Share Article

Other Articles

Previous

કેનેડામાં ભારત વિરોધી ટુડોની વિદાય : નવા વડાપ્રધાન માર્ક કાર્ની, ટ્રમ્પને ફેક્યો પડકાર

Next

ચહલ ફરી પ્રેમમાં પડ્યો ?? જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ જેના સાથે ક્રિકેટર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જોવા પહોંચ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વારંવાર ટ્રાફિક રૂલ્સ તોડનારા અને ઈ-ચલણ નહી ભરનારના વાહન જપ્ત થશે : ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા હાથ ધરાઈ કવાયત
ગુજરાત
6 મહિના પહેલા
શેરબજારમાં ભૂકંપ : ઐતિહાસિક કડાકો
બિઝનેસ
2 વર્ષ પહેલા
૧.૨ કરોડના ચેક રિટર્ન કેસમાં ‘વન સેન્ટર’ કપડાના શો રૂમના ડાયરેક્‍ટરોને સમન્સ 
રાજકોટ
2 વર્ષ પહેલા
ધ્વજવંદન અને ધ્વજારોહણ વચ્ચે શું મોટું અંતર છે ?? જાણો શા માટે ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ ધ્વજારોહણ કરે છે ??
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર