ગતરાત્રીના 3:13 વાગ્યાનો બનાવ : આ ઘટના ઉલ્કાપિંડ પડવાની હોવાનું અનુમાન
મોરબી : મોરબીમાં ગત મોડી રાત્રે વિચિત્ર ખગોળીય ઘટના જોવા મળી છે. જેમાં આકાશમાં એક સેકન્ડ માટે ઓચિંતી રોશનીનો ઝગમગાટ સર્જાયો હતો. હાલ તો આ ઘટના ઉલ્કાપિંડની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છમાં ગત મોડી રાત્રે વિચિત્ર ઘટના સર્જાઈ હતી. જેમાં રાત્રીના 3:13 વાગ્યે આકાશમાંથી ઓચિંતો પ્રકાશ થતા સેકન્ડ માટે દિવસ જેવું અજવાળું થયું હતું. જેના સમાચારો અનેક માધ્યમોમાં પ્રસારિત થયા હતા.
આ સમાચાર જોઈને મોરબી જેતપર રોડ ઉપર નેક્સસ પેકેજીંગની ફેકટરી ધરાવતા ગૌતમભાઈ પનારાએ ફેકટરી બહાર રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા તેમાં પણ આ ખગોળીય ઘટના કેદ થઈ હતી. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારો આ ઉલ્કાપિંડની ઘટના હોવાનું જણાવી રહ્યા છે.