વિદ્યાર્થીઓ હવે માર્કશીટ,સર્ટીફિકેટ અને જન્મતારીખમાં ઓનલાઇન સુધારો કરી શકશે: ગુજરાત શિક્ષણ બોર્ડનો નિર્ણય
ગુજરાત શિક્ષણ બોર્ડએ વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લઈ હવેથી માર્કશીટ,સર્ટિફિકેટમાં ઓનલાઇન સુધારો કરી શકશે.જ્યારે ફી ભરવા માટે બેન્ક સુધી ધક્કો નહિ ખાવો પડે.બોર્ડનાં સચિવ રાકેશએ જણાવ્યું હતું કે,બહાર ગામનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ઓફલાઇન પ્રક્રિયા દ્વારા ફી બેંકનાં નિયત સમયગાળામાં ચલણ ભરવા માટે જવું પડે છે.

આથી બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને વિદ્યાર્થીઓની માર્કશીટ,સર્ટીફિકેટ,જન્મતારીખ સહિતની વિગતોમાં ફી સાથેનો સુધારો કરી શકશે.બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓનાં માર્કશીટ,પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટેનાં સિલ કવરનાં નામ,અટક,પિતાનું નામ,જન્મ તારીખમાં સુધારો,ટેટ વેરિફિકેશન, ટેટ ડુપ્લિકેશન,માર્કશીટ સહિતનાં કામો માટે બેન્ક દ્વારા ચલણ ભરવામાં આવે છે.
આ પણ વાંચો :પંજાબના પૂર પીડિત લોકોની પડખે ગુજરાત : 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને CMએ આપી લીલીઝંડી
નવા સુધારા સાથે હવેથી ક્યુઆરકોડ મારફતે યુ.પી.આઈ.,નેટ બેકિંગ,ડેબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ દ્વારા ફી ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેનો સીધો લાભ હવે તાલુકા અને જિલ્લામાંથી ગાંધીનગર સુધી આવતાં છાત્રો અને વાલીઓને થશે.
