આવતીકાલે બેન્કોમાં હડતાળ : ગુજરાતના 10,000 કર્મચારી જોડાશે, જાણો શું છે કારણ, કઈ-કઈ સેવા રહેશે બંધ?
કેન્દ્ર સરકારની નીતિઓ કામદાર વિરોધી છે અને કોર્પોરેટ સમર્થક છે તેવા આરોપ સાથે આગામી. તા. ૯ જુલાઈએ દેશભરમાં બેન્ક હડતાળનું એલાન આપવામાં આવ્યુ છે. આ હડતાલમાં ગુજરાતના અંદાજે ૧૦ હજાર બેંક કર્મચારીઓ જોડાશે. આ હડતાળથી કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર ખોરવાશે. આ હડતાલમાં ઉદ્યોગ, ખનિજ, પરિવહન, વીમા, ટેલિકોમ, વિજળી, આરોગ્ય, શિક્ષણ, તેમજ આગણવાડી, આશા અને મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓ જોડાવાની પણ શક્યતા છે.

આ હડતાલમાં INTUC, AITUC, CITU, HMS, AIUTUC, TUCC, SEWA, LPF, UTUC સહીત તમામ મુખ્ય શ્રમિક સંઘટનો અને વિવિધ ક્ષેત્રની સ્વતંત્ર ફેડરેશનો જોડાવાના છે.
બેન્ક કર્મચારીઓની માંગણીમાં બેન્કોમાં પર્યાપ્ત માત્રામાં ભરતી કરવા ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાઓમાં વધારો કરવાની માંગણીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનાં મંત્રી જે. જે. ધોળકિયાએ એક યાદીમાં જણાવ્યું છે કે, બેંકોના વ્યાપાર વધે છે અને દરેક બેંકના નફામાં પ્રતિવર્ષ વૃદ્ધિ થાય છે. બેંકો ઉપર સરકારી યોજનાઓનો અમલ કરવાનું પણ દબાણ છે. આની સામે કર્મચારીઓની સંખ્યા વધવાને બદલે ઘટતી જાય છે. ખાનગી બેંકો મા ઓછી શાખાઓ હોવા છતાં કર્મચારીઓ ની સંખ્યા વધતી જાય છે. સારી સેવાઓ પુરી પાડવા બેંકો માં ક્લાર્ક /પટાવાળાની ભરતી અત્યંત જરૂરી છે.

આ ઉપરાંત બધા કામદારો માટે દર મહિને રૂ. 26,000 ની લઘુતમ વેતન સુનિશ્ચિત કરવું અને 10000 પ્રતિમાસ સંગઠીત અને બિનસંગઠીત કરારી કામદારો/ કર્મચારીઓ અને ખેત કામદારો સામાજિક સુરક્ષા નો લાભ. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સર્વવ્યાપી સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી ઇલેક્ટ્રોનિક્સ, શિક્ષણ,તબીબી, રેલ્વે, ડિફેન્સ, જેવી પબ્લિક સેવાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિના ખાનગીકરણ પર રોક લગાવવા સહિતની માંગ છે.
આ પણ વાંચો : દેશમાં 1 લાખથી વધુ હિન્દુ સંમેલનો યોજાશે, ઘરે-ઘરે જઈને ધર્મ જાગરણ અંગે ચર્ચા થશે : સુનિલ આંબેકરની જાહેરાત
બેન્ક હડતાળની કોને થશે અસર?
બેંકો અને વીમા: જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર રહેશે, જે વ્યવહારો અને ચેક ક્લિયરન્સને અસર કરી શકે છે.
પોસ્ટલ સેવાઓ: પોસ્ટ ઓફિસ અને કુરિયર સેવાઓમાં વિક્ષેપની અપેક્ષા છે.
કોલસા ખાણકામ અને કારખાનાઓ: કોલ ઇન્ડિયા અને અન્ય જાહેર સાહસોમાં કામ ઠપ રહેશે.
સરકારી પરિવહન: ઘણા રાજ્યોમાં બસ અને ટેક્સી સેવાઓ પ્રભાવિત થશે, પરંતુ ખાનગી વાહનો ચાલુ રહેશે.
રેલવે: જોકે રેલ્વે યુનિયનોએ ઔપચારિક હડતાળનું એલાન કર્યું નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોથી સ્થાનિક ટ્રેનો પ્રભાવિત થઈ શકે છે.