ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું
ધોરણ 10 માં પ્રથમ પેપર ગુજરાતી નું સરળ રહેતા વિદ્યાર્થીઓને હાશકારો થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાની શરૂઆત થઈ છે જેમાં ધોરણ 10 માં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ઇંગલિશનું પેપર હતું.
રાજકોટ જિલ્લામાં ધોરણ 10 માં ગુજરાતીમાં 34,913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 585 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે, અંગ્રેજી વિષયમાં 5524 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. ધોરણ 12 માં સહકાર પંચાયત નું પેપર હતું જેમાં 110 વિદ્યાર્થીઓ સાથે પૂરી હાજરી નોંધાઈ હતી.
આ પણ વાંચો:NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
ધોરણ 12 સાયન્સમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ પેપર અર્થશાસ્ત્રનું લેવાયું હતું. ગુજરાતીનું પેપર સરળ હતું. ધોળકિયા સ્કૂલના ગુજરાતીના શિક્ષક રણજીત ચૌહાણ એ જણાવ્યું હતું કે ધોરણ 10નું પેપર પ્રમાણમાં સરળ હતું પણ પાંચ માર્કસનું વ્યાકરણ અઘરું રહ્યું હતું. લેખન અને ટેક્સ બુક આધારિત પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતું.નિબંધમાં “હું એ શિક્ષકને નહીં ભૂલું, પ્રવાસનું જીવનમાં મહત્વ, સ્વદેશી અપનાવો” અને અહેવાલમાં વૃક્ષારોપણ પર પ્રશ્ન પૂછાયો હતો એવરેજ વિદ્યાર્થીઓ પણ આરામથી 65 થી 70 માર્ક્સ લાવી શકે તેવું પેપર રહ્યું હતું.
