ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર
રાજ્યના ધોરણ ૧૨ના વિધાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. રાજ્યમાં ધોરણ ૧૨ના કુલ ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે ૯:૦૦ વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ થશે.
માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
