તસ્કરોનો તરખાટ : જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરીને તસ્કરો છૂમંતર
વડોદરામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે.
છેલ્લા ઘણા મહિનાથી ચોરો ચોરી કરવામાં સફળ થાય છે ત્યારે ચોરોને પણ જાણ હોય છે કે જ્યાં ચોરી કરવા જાય છે ત્યાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે તેમ છતાં ચોર ચોરી કરી બિન્દાસ પણે ચોરી કરીને પલાયન થઈ જાય છે, ત્યારે ફરી એક વખત અલકાપુરી વિસ્તારને ચોરોએ ટાર્ગેટ કર્યો હતો અને જ્વેલર્સની દુકાનમાંથી અંદાજે 1.75 લાખની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા.
મળતી વિગતો અનુસાર આ ઘટના વડોદરાના અલકાપુરી વિસ્તારની છે જ્યાં બાબુભાઈ જ્વેલર્સમાં ચોરી ઘટના સામે સામે આવી હતી આ સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. થોડીક જ ક્ષણોમાં 100 ગ્રામ સોનાના દાગીના લઇને છૂમંતર થઇ જય છે. વડોદરામાં ચોકીદારે પ્રતિકાર કરતા જ્વેલર્સની દુકાનમાં ઘૂસેલા તસ્કરોએ માથામાં સળીયો માર્યો હતો ત્યારે આ ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ છે. ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આ ચોર ક્યારે પકડાશે તે ખબર નથી પરંતુ ચોર પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે તે વાત ચોક્કસ છે.ત્યારે હાલ સીસીટીવી દેખાતા ચોર ને કોઈ ની બીક નથી ને તે ચોરી પણ બિન્દાસ પણે કરી રહ્યા છે.મહત્વની વાત એ છે કે અલકાપુરી વિસ્તારમાં વડોદરા શહેરના ઉચ્ચ અધિકારીઓ રહે છે ત્યારે ચોરોએ પોલીસના નાકમાં દમ લાવી દીધો છે થોડા દિવસ અગાઉ તો પોલીસ કમિશનરના બંગલાની પાછળ ઓફિસર્સ ફ્લેટમાં પણ તાળા તૂટ્યા હતા હજુ તે ચોર પણ પોલીસ પકડથી દૂર છે