આજથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR લાગુ : મતદાર યાદી ફ્રિઝ, અનઉપસ્થિત વોટરના ઘરે BLO ત્રણ વખત જશે
દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં મહત્ત્વની અને ભારે ચર્ચાસ્પદ રહેલી SIR પ્રક્રિયા હવે દેશભરમાં લાગુ થઇ ગઈ છે. સોમવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કર હતી કે, ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR)નો બીજ તબક્કો આજથી જ શરૂ થઈ ગયો છે. એટલે મંગળવારથી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હાથ ધરવા માટેની કામગીરી શરૂ થ ગઇ છે અને સોમવારે રાત્રે 12 વાગ્યે આ તમા 12 રાજ્યોમાં મતદાર યાદીઓ ફ્રિઝ કરી દેવામ આવી હતી. એમણે કહ્યું કે, બીજા તબક્કાના આ અભિયાનમાં 51 કરોડ મતદારો સામેલ થશે. રાજકિય પક્ષોના 5.33 લાખ બીએલઓ અને 7 લાખથી વધુ બીએલએ એટલે કે બુથ લેવલ એજન્ટ ભાગ લેશે. બીજા તબક્કામાં ગુજરાત, યુપી, ગોવા, એમ.પી., રાજસ્થાન, છત્તીસગઢ, તામીલનાડુ, પ.બંગાળ, લક્ષદ્વિપ, આંદામાન નિકોબાર, પુડુચેરી અને કેરળનો સમાવેશ થાય છે. એમણે કહ્યું કે, દરેક યોગ્ય મતદારનું નામ સામેલ થશે અને દરેક અયોગ્ય મતદારનું નામ હટી જશે. દરેક ચૂંટણી પહેલા મતદાર યાદી રિવિઝનની પ્રક્રિયા ખુબ જ જરૂરી હોય છે.
તેમણે બિહારનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પ્રથમ ચરણમાં બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ખુબજ સફળતા પૂર્વક SIRની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે અને કામગીરી એટલી પારદર્શક હતી કે, અપિલ માટે એકપણ અરજી મતદાર તરફથી મળી નથી. બીજા તબક્કામાં પણ આ રીતે જ કામગીરી સંપન્ન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવતાવર્ષે પ.બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે મતદાર યાદી સુધારણા પ્રક્રિયાનો આ બીજો તબક્કો મહત્ત્વપૂર્ણ બની રહેવાનો છે.

અત્યાર સુધીમાં દેશમાં 8 વખત SIR પ્રક્રિયા થઇ
જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદમાં SIR અંગે સવિસ્તર માહિતી આપીને કહ્યું હતું કે, દેશમાં 1951 થી લઈને 2004 સુધી 8 વખત SIRની પ્રક્રિયા સંપન્ન થઈ છે. છેલ્લી SIR 21 વર્ષ પહેલા 2002થી 2004 સુધી હાથ ધરવામાં આવી હતી. અને હવે આ ૯મી SIR પ્રક્રિયા થઈ રહી છે.
આ પણ વાંચો :પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
2004ની યાદી સાથે નામની મેળવણી થશે
SIR દરમિયાન મતદારના નામની મેચિંગ અને લિંકિંગ પ્રક્રિયા પર વિશેષ ધ્યાન અપાશે. એનો અર્થ એ છે કે, 2004ની યાદી સાથે નામોની મેળવણી કરવામાં આવશે અને તેના આધાર પર પરિવારના અન્ય સભ્યોના નામ લિન્ક થશે. દાખલા તરીકે પરિવારના કોઇ સભ્યનું નામ 2004ની યાદીમાં ઉપલબ્ધ છે તો તેના આધારે જ બાકીના સભ્યોના નામ પણ મતદાર યાદીમાં સામેલ કરી દેવાશે.
અનઉપસ્થિત વોટરના ઘરે BLO ત્રણ વખત જશે
SIRની બીજા તબક્કાની પ્રક્રિયા પણ અત્યંત પાદર્શક અને ચિવટતાપૂર્વક કરવામાં આવશે. અને આ દરમિયાન બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસર અનઉપસ્થિત વોટરના ઘરની 3 વખત મુલાકાત લેશે અને જરૂરી કાર્યવાહી કરશે. મતદારના દરેક પ્રશ્ન ઉકેલશે. બીએલઓ પાસેથી ગણતરી ફોર્મ ભરીને જેણે પાછા આપ્યા હશે તેના જ નામ મતદાર યાદીમાં હશે.
બીજા તબક્કામાં ક્યારે શું થશે?
- આજથી 3 નવેમ્બર સુધી તાલીમ-પ્રિન્ટિંગ
- 4 નવે.થી 4 ડિસે. સુધી ઘેર ઘેર ગણતરી
- 9 ડિસેમ્બરે ડ્રાફટ મતદાર યાદીનું પ્રકાશન
- 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધાનો સમયગાળો
- 9 ડિસેમ્બરથી 31 જાન્યુ. 2026 સુધી નોટિસ તબક્કો જેમાં સુનાવણી અને ચકાસણી થશે
- 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ થશે
2003ની યાદીમાં નામ હોય તેણે કોઇ કાગળ આપવાના નથી
મુખ્ય ચૂંટણી કમિશનરે બીજા તબક્કાની SIR પ્રક્રિયા અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, ૨૦૦૩ની મતદાર યાદીમાં જેમનું નામ હશે તેમણે કોઇપણ પ્રકારના કાગળ આપવા નહીં પડે. માતા-પિતાના નામ હશે તો પણ એમણે કોઇ કાગળ આપવા નહીં પડે.
