શ્રાવણીયો જુગાર રમતા 38 બાજીગરો પકડાયા
વોઇસ ઓફ ડે રાજકોટ
શ્રાવણ માસની શરૂઆત થતાં જ શ્રાવણીયો જુગાર જામ્યો છે. ઠેર ઠેર હાટડા ધમધમવા લાગતા પોલીસ પણ સક્રિય બની છે. અને પતા ટીચતા બાજીગરોને પકડી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે અલગ અલગ આઠ દરોડા પાડયા હતા. જેમાં રૂરલ એલસીબીએ મેટોડામાં દરોડો પાડી સાતને,મેટોડા પોલીસે 4ને, જેતપુરમાં આઠને,કોટડા સાંગાણીમાં પાંચને ,ઉપલેટા 12ને અને લોધિકામાં ચાર સહિત કુલ 38ને ઝડપી રોકડ અને મોબાઈલ મળી બે લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રૂરલ એલસીબીએ મેટોડામાં પકડેલી જુગાર ક્લબ કારખાનામાં ચાલતી હતી. અને અહીથી 85 હજારની રોકડ મળી આવી હતી.