ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
ભાવનગરના વિવાદિત સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા બોટાદમાં ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડાઈ છે. પગલું ભરતા પૂર્વે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં ડીવાયએસપી રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો કરતા ચકચાર જાગી છે.
ભાવનગરમાં વોન્ટેડ આરોપીને આશરો આપવાના અને ઘરમાંથી દારૂ, બીયરની બોટલ મળવાની ઘટનામાં ચર્ચાસ્પદ સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાએ ગત મોડી રાતે એક ગેસ્ટ હાઉસમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તે બોટાદની ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ છે હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પરિવારજનોએ ડીવાયએસપી રીમાબા ઝાલા પર ત્રાસ આપવાના આક્ષેપો લગાવ્યા છે.
પાંચ-પાંચ ગુનામાં આરોપી લાગ્યા બાદ ભાવનગરના ભરત નગર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવનાર નયના બારૈયા સામે આરોપીને આસરો આપવા સહીતના પાંચ ગુન્હા નોંધાયા હતા. સસ્પેન્ડ કરીને ધરપકડ કરાઈ હતી જેલમાં જતા થોડા દિવસ પહેલા જામીન પર મુક્ત થઇ હતી.
ઘટનાની માહિતી મુજબ, નયના બારૈયાએ ગઈ રાતે આપધાતનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તેમને પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બેભાન હાલતમાં ડોક્ટરોએ તેમની સારવાર ચાલી રહી છે. હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
નયના બારૈયાએ આ પગલું ફરતા પહેલા રેકોર્ડ કરેલો એક વીડિયો બનાવ્યો હોવાનું જેમાં ભાવનગર ડીવાયએસપી રીમાબા ઝાલાએ પોતાના પર એર્ટ્રોસિટિ, પ્રોહિબિશન અને પોલીસની ફરજ રૂકાવટ સહિતના પાંચ જેટલા ખોટા કેસમાં ખોટી રીતે ફસાવી હોવાના અને એક પણ કેસમાં પોતાનો વાંક ન હોવાનો દાવો કરી નયના બારૈયાએ ડીવાયએસપી રીમાબા ઝાલા સામે આક્ષેપો કર્યા છે.
વાયરલ વીડિયોમાં નયના બારૈયા આક્ષેપો કર્યા છે કે રિમાબા ઝાલાએ મારી જીંદગી બરબાદ કરી નાખી છે. તેને મારા પર પાંચ પાંચ ખોટા કેસ કરાવડાવ્યા અને જ્યારે હું તેમને મળવા ગઈ ત્યારે પણ તેને તેણે ધમકી આપી હતી કે, ‘તારી સાત પેઢીમાં ન થયું હોય, તેવું કરી બતાવીશ. જેથી હવે મારે જીવવાનો કોઈ જ મતલબ નથી, અને આ રિમાબા ઝાલાના કારણે હું હવે આત્મહત્યા કરવા જઈ રહી છું. જેથી મને જીવતા તો ન્યાય નથી મળ્યો, પણ મોત બાદ ન્યાય મળે તેવી આશા રાખું છું.’
સમગ્ર મામલે નયના બારૈયાના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. આ મામલે યોગ્ય તપાસ બાદ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીવાયએસપી ઝાલા સામે બગદાણા નવનીત બાલધીયા હુમલા પ્રકરણમાં પણ ચર્ચાસ્પદ રહ્યા હતા અને એ પ્રકરણમાં તપાસમાંથી હટાવી લેવાયા હતા. સસ્પેન્ડ મહિલા પોલીસના આપઘાતના પ્રયાસ અને વાયરલ વીડિયો આક્ષેપોમાં સત્ય શું છે એ તો તપાસનો વિષય છે પરંતુ હાલ તો પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
