પાટણમાં મોતિયાના ઓપરેશન બાદ જુઓ કેટલા દર્દીઓને આંખમાં ઈન્ફેક્શન
રાજકોટ અને માંડલ બાદ ગુજરાતમાં વધુ એક જગ્યાએ આંખના ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે. રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખાડીયા સર્વોદય આંખની હોસ્પિટલમાં 13 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જે બાદ 7 જેટલા દર્દીઓને આંખમાં ઈન્ફેક્શન થયું હોવાની ફરિયાદ સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરી આંખના ઓપરેશન થયા હતા. જે બાદ ઈન્ફેક્શન થતા 4 ફ્રેબુઆરીએ સાતેય દર્દીઓને અમદાવાદ સિવિલ રિફર કરાયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું
જો કે, બાદમાં જે આંખમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું તે આંખમાં દુખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતાં. ડોક્ટરોના મતે મણી પડદા પાછળ જતી રહી હોવાનું જણાવ્યું હતુ. જે બાદ દર્દીના પરિવારજનો આક્રોશ સાથે ફરી સરકારી હોસ્પિટલમાં તબીબો સામે બેદરકારીનો આક્ષેપ ખળભળાટ મચી ગયો હતો. જો કે, ડોક્ટરે વધુ સારવાર માટે દર્દીને અમદાવાદ મોકલવા 25 હજાર રુપિયા આપવાની પણ ઓફર કરી હોવાની વાત સામે આવી હતી.