રાજકોટમાં 24 કલાકમાં હત્યાની બીજી ઘટના : 54 વર્ષીય ટ્રક ડ્રાઇવરનું યુવતી સહિત 4 લોકોએ ઢીમ ઢાળી દીધું
રાજકોટ હવે રંગીલું નહીં બલ્કે હાદસો શહર બનવા જઈ રહ્યું હોય તેવી રીતે ચોરી, લુંટ, છેતરપીંડી, મારામારી અને હત્યા સહિતના બનાવો રોજીંદા બની જવા પામ્યા છે. શહેરમાં 24 કલાકની અંદર જ હત્યાની બીજી ઘટના પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી હતી.
શું છે સમગ્ર મામલો?
કોઠારીયા રોડ પર સંસ્કાર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ઓરીસ્સાના યુવકની હત્યાનો બનાવ હજુ તાજો જ છે ત્યાં કોઠારીયા સોલવન્ટ પાસે 25 વારીયા કવાર્ટર નજીક 54 વર્ષીય ટ્રક ડ્રાઇવર પ્રૌઢનું ઢીમ ઢાળી દેવાતાં શહેરમાંથી ખાખીનો ખૌફ ઓસરી ગયો હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. હત્યાની બીજી ઘટના અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે શાપરના પારડી રોડ પર રહેતા અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભાવેશભાઈ કરૂણાશંકર વ્યાસ નામના રમના પ્રૌઢનું ધ્રુવ મુકેશભાઈ દુધરેજીયા, જૈનીશ રાજપુત, બાઠીયો ઉર્ફે સાધુ અને શ્વેતા રાજપુત નામની મહિલા એમ ચાર લોકોએ મળી છરી અને પાઈપના ઉપરાછાપરી ઘા મારી હત્યાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : હવે તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન માટે ચૂકવવો પડશે ચાર્જ! સાઈબર સુરક્ષા અંતર્ગત સરકાર મોબાઈલ નંબરની કરશે ખરાઈ
આ ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકના પી.આઈ. એ.બી. જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે મૃતક ભાવેશભાઈને વર્ષા નામની મહિલા સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોય જ્યારે વર્ષાનો પુત્ર ધ્રુવ આ સંબંધથી ક્રોધે ભરાયેલો હોય તેના કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ પણ વાંચો : દિલ્લીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડયા : સંસદ ભવન પાસે મહિલા સાંસદનો જ ચેન લૂંટાયો, બાઈક સવાર ફરાર
હત્યામાં સામેલ શ્વેતા ચૌહાણ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકી
બીજી બાજુ આ હત્યામાં સામેલ શ્વેતા ચૌહાણ અગાઉ પણ પૂર્વ બોયફ્રેન્ડને છરીના ઘા મારવામાં પોલીસ ચોપડે ચડી ચુકી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે ચારેય ને સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે મૃતક ભાવેશભાઈને વર્ષા નામની મહિલા સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોય જ્યારે વર્ષાનો પુત્ર ધ્રુવ આ સંબંધથી ક્રોધે ભરાયેલો હોય તેના કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
બીજી બાજુ આ હત્યામાં સામેલ શ્વેતા ચૌહાણ અગાઉ પણ પૂર્વ બોયફ્રેન્ડને છરીના ઘા મારવામાં પોલીસ ચોપડે ચડી ચુકી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે ચારેય ને ઝબ્બે કરવા ટીમ દોડાવી હતી.
