હળદરની ખેતીના નામે રાજકોટ જ નહીં રાજ્યભરમાં આચર્યું કરોડોનું કૌભાંડ : ચાર આરોપી 9 દિવસના રિમાન્ડ પર
રાજકોટની એગ્રો કંપનીને હળદરની ખેતીમાં દર વર્ષે 64 કરોડના વળતરની લાલચે રોકડા 64 કરોડ મેળવી નફો નહીં આપી 194 કરોડની ઠગાઈ કરનાર મહારાષ્ટ્રની કંપનીએ રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રમાં જામનગર, કાલાવાડ, અમરેલી, વલસાડ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, હિંમતનગર સહિતના સ્થળે મળી કરોડોનું કૌભાંડ (છેતરપિંડી) આચર્યાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કંપનીના માછલીરૂપ 2.5 ટકાના ભાગીદારો એવા ચાર શખસોની ધરપકડ કરી નવ દિવસના રિમાન્ડ મેળવાયા છે. જ્યારે સૂત્રધાર મહારાષ્ટષ્ટ્રમાં જેલમાં હોય કબજો લેવા તજવીજ હાથ ધરાઈ છે.
રાજકોટના એગ્રો કંપનીના માલિક પ્રશાંત પ્રદીપભાઈ કાનાબાર તથા ભાગીદારો 2021માં ઉંચા નફાની લાલચે ધંધાના વ્યવસાય માટે મહારાષ્ટ્રની એ.એસ. એગ્રી એન્ડ એકવા. એલ.એલ.પી.ના હળદરની ખેતીના પ્રોજેક્ટમાં રોકાણ કરવા જતાં 2021ની સાલમાં ફસાયા હતા અને બે માસમાં 64 કરોડ રૂપિયા બેન્ક મારફતે ટ્રાન્સફર કર્યા હતા. ચાર વર્ષ સુધી ન તો તો નફો મળ્યો કે મુળ રકમ અંતે બે દિવસ પહેલાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કંપનીના 18 ભાગીદારો, ડિરેક્ટર્સ સામે ફરિયાદ નોંધી હતી અને ટીમો તાબડતોબ મુંબઈ પહોંચી હતી. મુંબઈ થાણેમાં પાર્સીકનગર કાલવામાં ઓઝોન વેલ બિલ્ડિંગમાં રહેતા હર્ષલ મહાદેવરા ઓઝે (ઉ.વ.49), થાણેમાં જીબી રોડ વાઘબીલા નાકા પાસે, ગ્રીન એકર-1 બિલ્ડિંગમાં રહેતા વૈભવ | વિલાસ કોટલાપુરે (ઉ.વ.51), થાણેના બદલાપુર રમેશવાડીમાં શ્રી મોર્યદર્શન સ્વદર્શન બિલ્ડિંગ બિલ્ડિંગ બેરેજ રોડ પર રહેતા પ્રવીણ વામન પાથરે (ઉ.વ.39) તથા ઈસ્ટ મુંબઈમાં મરોલ વસંત કૌશીશ બિલ્ડિંગમાં!
રહેતા નાગપુરના હિરેન દિલીપભાઈ પટેલને ઝડપી લઈ રાજકોટ લવાયા છે. આરોપીના તા.17 સુધીના રિમાન્ડ મેળવાયા છે. રિમાન્ડ પર રહેલા આરોપીઓએ એવું કથન કર્યું છે કે મુખ્ય આરોપી પ્રશાંત ગોવિંદરાવ ઝાડે છે જેનો કંપનીમાં ૫૫ ટકા હિસ્સો છે. અન્ય 18 ભાગીદારો 2.50 (અઢી) યકાના ભાગીદાર છે. કંપની દ્વારા ગુજરાતમાં ઉપરાંત અન્ય રાજ્યમાં અલગ-અલગ સ્થળે ફાર્મીંગના કોન્ટ્રાક્ટર સાઈન કરાયા હતા. 2022માં કંપનીમાં જીએસટીની રેઈડ પડી હતી જે કેસમાં આરોપીઓ પૈકી સંદેશ ખામક, હિરેન પટેલ, વૈભવ કોટલાપુરે જેલમાં ગયા હતા. જીએસટી વિભાગ દ્વારા બેન્ક એકાઉન્ટ્સ ફ્રિઝ કરી દેવાયા હતા.
બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થતાં નાણાકીય વ્યવહારો બંધ થઈ ગયા હતા. જેઓની સાથે ફાર્મિંગ કોન્ટ્રાક્ટ સાઈન કર્યા હતા તેમને પેમેન્ટ ચૂકવી શકાયા ન હતા તેવું રટણ આરોપીઓ દ્વારા કરાઈ રહ્યું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અન્ય આરોપી પ્રશાંત ગોવિંદરાઓ ઝાડે, સંદેશ ગણપત ખામકર, સંદીપ ચિંતામણ સામંત મહારાષ્ટ્રમાં જેલમાં હોવાથી તેનો કબજો મેળવવા કાર્યવાહી કરાઈ રહી છે.