લો બોલો! દારૂ પીવા જગ્યા ન મળતાં 3 મિત્રો રસ્તા ઉપર કારમાં જ ‘પાર્ટી’કરવા લાગ્યા,રાજકોટ પોલીસે પાડ્યો રંગમાં ભંગ
રાજકોટમાં પોલીસ લાખ પ્રયાસ કરે છતાં દારૂનું વેચાણ અને પીવાનું દૂષણ બંધ કરાવી શકે તેવી સ્થિતિ ન રહ્યાનું લોકો માની રહ્યા છે. દરરોજ સાંજ પડે એટલે ઘર, ઓફિસ કે હોટેલમાં દારૂની મહેફિલ મંડાયા વગર રહેતી જ નથી ત્યારે આવા જ ત્રણ મિત્રોને દારૂ પીવા માટે વ્યવસ્થિત જગ્યા ન મળતાં ત્રણેયે રસ્તા ઉપર જ કાર ઊભી રાખી તેમાં ‘પાર્ટી’ શરૂ કરી દીધાની જાણ થતાં જ પોલીસે ત્રાટકીને દબોચી લીધ હતા

ટકીને ત્રણેયને દુચી લીધા છું આર.એચ.ઝાલા સહિતની ટીમે 150 ફૂટ રિંગરોડ ઉપર ઓમનગર સર્કલ પાસે બાલાજી કાર કન્સલ્ટન્સીની સામે રોડ ઉપર ઉભેલી ફોરવ્હીલ કાર નં.GJ13CB-7463માંથી દારૂની મહેફિલ માણી રહેલા વિક્રમ માંડણભાઈ ખૂંટી (ઉ.વ.43, રહે.મેટોડા), બાબુ કાળુભાઈ પરમાર (ઉ.વ.28, રહે.મેટોડા, મુળ ધ્રાંગધ્રા) અને અલ્પેશ રમેશભાઈ તાળા (ઉ.વ.42, રહે. સુભાષનગર બંધ શેરી)ને દારૂના બે ‘ચપલા’ તેમજ અઢી લાખની કાર સહિત 2.50 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટના જૂના એરપોર્ટથી હાલત બદથી બદતર : ઝેરી સાપ, ઉંદર,નોળિયાનો બેફામ ઉપદ્રવ
ધરપકડ બાદ કરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ કાર બાબુ કાળુભાઈ GJ13C8746 હજુ ત્રણેયે એક-એક પેગ પીધો કે પોલીસ પહોંચી ગઇ પરમારની છે જે મેટોડામાં ભંગારનો ડેલો ધરાવે છે જ્યારે તેના અન્ય બે મિત્રો વિક્રમ અને અલ્પેશ નોકરી કરે છે. આ ત્રણેય ભેગા થયા બાદ છાંટોપાણી કરવાની ઈચ્છા થતા તાત્કાલિક દારૂ મંગાવ્યો હતો અને હજુ એક-એક પેગ પીધો કે પોલીસે દરોડો પાડીને પકડી પાડયા હતા.
