સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખરડાતી છબી : 44 ટકા શૈક્ષણિક સ્ટાફ નથી, આંતરિક-ગંદુ રાજકારણ થતું હોવાના આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. 300થી વધુ એકરમાં પથરાયેલ આ વિશાળ કેમ્પસમા અલગ અલગ ભવનોમાં અને તેને સલગ્ન કોલેજોમા અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓએ અહીં અભ્યાસ કરી ખૂબ ટોચના સ્થાને પહોંચ્યા છે. એક સમય હતો કે આ યુનિવર્સિટી એ+ ગ્રેડ ધરાવતી હતી. હાલની પરીસ્થિતિએ મોટાભાગના ભવનોમા સીટો સાવ ખાલીખમ પડી રહે છે તો અમુક રિસર્ચ ભવનોમા તાળા લાગ્યા છે. વારંવાર પેપરલીક થવા, ભરતીઓમાં ગોટાળાઓ, વહીવટી મા ત્યારે છબરડાઓરીક્ષાઓ, આંતરિક ગંદૂ રાજકારણ જેવી બાબતોના લીધે છેલ્લા 6-7 વર્ષમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી એટલી હદે ખરડાઈ છે અને વહિવટી બાબતોમાં હાલત એટલી કથળેલી છે કે NAACનો ગ્રેડ તો નીચે ગગયો જ છે પણ શરમજનક બાબત એ છે અહીંથી અભ્યાસ કરી વિદ્યાર્થી ડિગ્રી મેળવીને અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવાતા સમયે વિદ્યાર્થીઓને અનેક જાતના મેણા-ટોણા સાંભળવા પડે છે કા તો સૌ.યુની. નામ વાંચી પ્રવેશ ફોર્મ જ સાઈડમાં મૂકી દેવાના દુખદ કિસ્સાઓ સામે આવે છે. આવી હાલત થવાનુ કારણ શું ? આ અંગે અમે એક આરટીઆઈ કરી હતી જેમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અમને ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા રજિસ્ટાર, પરીક્ષા નિયામક, નાયબ કુલસચિવ, ચીફ એકાઉન્ટ ઓફિસર, ચીફ એન્જિનિયર, ગ્રંથપાલ જેવી ક્લાસ-૧ કક્ષાની અને યુનિવર્સિટીના વહિવટી બાબતોમા અતિ મહત્ત્વની ગણાતી જગ્યાઓ વર્ષોથી ખાલી છે અને હંગામી ધોરણે ઈન્ચાર્જથી ગાડુ ગબડાવાય રહ્યુ છે જેના લીધે યુનિવર્સિટીમાં વહિવટી રીતે સાવ ખાડે ગઈ છે. આવનારા થોડા સમયમાં જ અનેક અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે ભવિષ્યમાં વહિવટી રીતે શુ અવદશા ઉદ્ભવશે તે ચિતાનો વિષય છે!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહિવટી વિભાગોમા અને તમામ ભવનોમાં વર્ગ-4 ની કુલ 58 મહેકમની સામે માત્ર 12 ભરાયેલ છે અને 46 જેટલી જગ્યાઓ ખાલી છે એટલે ૮૦% જગ્યાઓ ખાલી છે. વર્ગ -3ની કુલ 117 મહેકમ સામે 27 ભરાયેલ છે અને 90 જેટલી જગ્યાઓ ખાલી છે એટલે 77% જગ્યાઓ ખાલી છે. વર્ગ-2 ની કુલ 31 મહેકમની સામે 18 ભરાયેલ છે અને 13 જગ્યાઓ ખાલી છે એટલે 42% જગ્યાઓ ખાલી છે. આમ યુની.ના તમામ વહિવટી વિભાગોમાં હંગામી કર્મચારીઓથી વર્ષોથી ગાડુ ગબડાવાય રહ્યુ છે.
રાજયસરકાર ગૌણ સેવા પસંદગી મંડળને આ ભરતીની જવાબદારી સોંપીને તત્કાલ આ જગ્યાઓમાં ભરતી કરાવે જેથી વહિવટી વિભાગો સુવ્યવસ્થિત ચાલી શકે અને યુની. મા ચાલતી અનેક ગેરપ્રવૃત્તિઓ બંધ થાય. 2022 મા 54 બિનશૈક્ષણિક જગ્યાઓની ભરતી બહાર પાડતા 4500 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યાં હતા પણ વિવાદોને કારણે આ ભરતી રદ કરવામાં આવી હતી જે હજુ આગળ થપી નથી તેમ કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.