Rule Change 1st November : આધાર અપડેટ ચાર્જથી લઈ નોમિનેશન સુધી આ 7 નિયમોમાં થઈ શકે છે ફેરફાર
નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં અનેક નાણાકીય નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા આવશે. આધાર કાર્ડ અપડેટ ચાર્જથી લઈને બેંક નોમિનેશન, નવા જીએસટી સ્લેબ, પેન્શન નિયમો અને કાર્ડ ફી સુધીના મહત્વના સાત ફેરફારો સીધા જ લોકોના ખિસ્સા પર અસર કરશે.
આધાર અપડેટ ચાર્જમાં ફેરફાર
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) એ બાળકો માટે આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટ માટેનો ₹125 નો ચાર્જ એક વર્ષ માટે માફ કર્યો છે.માત્ર પ્રૌઢ લોકો માટે આધારની વિગતો (જેમ કે નામ, જન્મતારીખ, સરનામું અથવા મોબાઈલ નંબર) અપડેટ કરવા માટે ₹75 અને બાયોમેટ્રિક અપડેટ માટે ₹125 ફી લાગશે.હવે આધાર કાર્ડમાં સરનામું, નામ અથવા જન્મતારીખ જેવી વિગતો ઓનલાઇન અપડેટ કરવા માટે કોઈ દસ્તાવેજ સબમિટ કરવાની જરૂર નહીં
બેંકમાં નવા નોમિનેશન નિયમો
નવા નિયમ મુજબ હવે ગ્રાહકો પોતાના એકાઉન્ટ, લોકર અથવા સેફ કસ્ટડી આઇટમ માટે મહત્તમ ચાર વ્યક્તિઓને નોમિની તરીકે નક્કી કરી શકશે. આ બદલાવનો હેતુ અચાનક પરિસ્થિતિમાં પરિવારને રકમ સુધી સરળ ઍક્સેસ આપવાનો અને માલિકીના વિવાદો ટાળવાનો છે. નોમિનેશન ઉમેરવાની કે બદલવાની પ્રક્રિયા પણ વધુ સરળ બનાવાઈ છે.
નવો જીએસટી સ્લેબ અમલમાં
સરકારે અત્યાર સુધીના ચાર જીએસટી સ્લેબ (5%, 12%, 18%, 28%)ને બદલે હવે બે-સ્લેબ સિસ્ટમ અમલમાં મૂકી છે. 12% અને 28% સ્લેબ દૂર થશે, જ્યારે લક્ઝરી અને સિન્ગૂડ્સ પર 40% ટેક્સ લાગુ રહેશે.
પેન્શન યોજનામાં ફેરફાર માટે સમયમર્યાદા લંબાઈ
કેન્દ્રીય કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માંથી યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS)માં સ્વિચ કરવાની મુદત 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ વધારેલા સમયથી કર્મચારીઓને તેમના વિકલ્પ પર વિચારવાની વધુ તક મળશે.
PNB ના લોકર ચાર્જમાં વધારો
પંજાબ નૅશનલ બેંક (PNB) ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લોકર ભાડા દરોમાં ફેરફાર કરશે. નવા દરો લોકરનાં કદ અને કેટેગરી પ્રમાણે નક્કી થશે. રિપોર્ટ મુજબ, સુધારેલા ચાર્જ નવેમ્બર મહિનામાં જાહેર થશે અને જાહેરનામા પછી 30 દિવસમાં અમલમાં આવશે.
SBI કાર્ડ પર 1 ટકા ચાર્જ
1 નવેમ્બરથી SBI કાર્ડ યુઝર્સને ત્રીજા પક્ષના એપ્સ (જેમ કે MobiKwik, CRED) મારફતે શિક્ષણ સંબંધિત ચુકવણી પર 1% ફી ભરવી પડશે. તે ઉપરાંત, ડિજિટલ વૉલેટમાં ₹1,000થી વધુ રકમ લોડ કરવા માટે પણ 1% ચાર્જ લાગશે.
હયાતી પ્રમાણપત્ર આપવું ફરજિયાત
કેન્દ્રીય તથા રાજ્ય સરકારના તમામ નિવૃત્ત કર્મચારીઓએ પોતાનું વાર્ષિક હયાતી પ્રમાણપત્ર (Life Certificate) નવેમ્બર અંત સુધી જમા કરાવવું પડશે. આ પ્રક્રિયા બેંક શાખામાં કે “જીવન પ્રમાણ” પોર્ટલ દ્વારા ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે.
