- જામનગરના ઠગ પિતા-પુત્રએ રાજકોટના વેપારીને અન્ય કઠોડ મોકલી માલ બદલી ન આપી છેતરપિંડી કરતાં નોંધાતો ગુનો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં માધાપર ચોકડી પાસે પૂજા એન્ટરપ્રાઈઝ પેઢી ચલાવતાં વેપારીને ચણાદાળની જગ્યાએ 3 લાખની વટાણાદાળ ધાબડી જામનગરના પિતા-પુત્રએ છેતરપિંડી કરી માલ પણ ન બદલી આપતા તેઓએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ રૈયાધારમાં જલારામ ચોક પાસે ફ્લેટમાં રહેતાં જયેશભાઇ તુલસીદાસ તન્ના (ઉ.વ.52) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જામનગરના બીપીન. જે.સીમરિયા, અંકિત સીમરિયાનું નામ આપતાં જણાવ્યું હતું કે,તેઓ તેમની પત્ની પૂજાના નામથી પૂજા એન્ટરપ્રાઈઝ નામની પેઢી માધાપર ચોકડીએ ચલાવે છે. થોડા સમય પૂર્વે તેઓનો જામનગરના આરોપી પિતા-પુત્ર સાથે પરિચય થયો હતો.અને આરોપી પિતા-પુત્ર અનાજ અને કઠોડનો લે-વેચનો વેપાર કરતાં હોવાનું જણાવતા તેમની પાસેથી કઠોડ લેવાનું શરૂ કર્યું હતું.
એક વાર તેમની પાસે ચીકુ બ્રાન્ડની તુવેરદાળના 100 કટા મંગાવ્યા હતા. વેપારીએ આ તુવેરદાળ દુકાનદારોનો ઓર્ડર આવતા તેમણે મોકલી આપી હતી.પરંતુ દુકાનદારોએ માલ ચેક કરતાં તેમનાથી તુવેર નહીં પરંતુ વટાણાદાળ નીકળતા માલ વેપારી જયેશભાઈને પરત મોકલી આપ્યો હતો.અને વેપારી જયેશભાઈએ આરોપી પિતા-પુત્રને પરત મોકલી આપ્યો હતો.પરંતુ આરોપી પિતા-પુત્રએ માલ લઇ તેને માલ બદલી કે પૈસા પરત ન આપી રૂ.3 લાખની છેતરપિંડી કરતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.