રાજકોટના કાલાવડ રોડ પર જલારામ ફાસ્ટ ફૂડથી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધીનો રસ્તો બંધ : વૈકલ્પીક રૂટ જાહેર
કટારિયા ચોકડી ખાતે આઈકોનિક બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાને પગલે પોલીસ દ્વારા અહીં એક બાદ એક જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. અગાઉ 150 ફૂટ રિંગરોડથી જાહેમનગર રોડ અને ત્યાંથી કાલાવડ રોડ થઈ 150 ફૂટ રિંગરોડ-2થી ગોંડલ રોડ તરફ બન્ને બાજુ ભારે તેમજ ઈન્ડસ્ટ્રીયલ વાહનો માટે રત્નવિલાસ પેલેસવાળા રસ્તે થઈ કાલાવડ રોડ કણકોટ કપાટિયાથી વીર-વીરૂ તળાવવાળા રસ્તેથી 150 ફૂટ રિંગરોડ-2થી અવર-જવર કરી શકાશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું પરંતુ અહીં રસ્તો ખરાબ હોવાથી હવે ત્યાંથી અવર-જવર કરી શકાશે નહીં તેવું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
એકંદરે કાલાવડ રોડ પર જલારામ ફાસ્ટ ફૂડથી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધી બન્ને બાજુ તમામ વાહનો માટે અવર-જવર બંધ રહેશે. આ જ રીતે 150 ફૂટ રિંગરોડ-2 એક્વાકોરલ બિલ્ડિંગથી લક્ષ્મીના ઢોરાવાળા સ્લેબ કલ્વર્ટ સુધી બન્ને બાજુ અવર-જવર બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
હવેથી રાજકોટ શહેરથી કાલાવડ તરફ આવવા-જવા માટે કાલાવડ રોડથી કોરાટવાડી મેઈન રોડથી ધ-વાઈબવાળા રસ્તે થઈને 150 ફૂટ રિંગરોડ-2 થઈ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલવાળા રસ્તેથી કાલાવડ રોડ તરફ જઈ શકાશે.
જ્યારે કાલાવડથી રાજકોટ શહેર તરફ આવવા-જવા માટે કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલાં સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્સ સિનેમા થઈ 150 ફૂટ રિંગરોડ-2 થઈ એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ જઈ શકાશે.
આ પણ વાંચો :હવે શેરની સામે 20 લાખના બદલે રૂપિયા 1 કરોડની લોન મળશે : રિઝર્વ બેન્કની જાહેરાત
150 ફૂટ રિંગરોડ-2, ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ આવવા-જવા માટે એક્વાકોરલ બિલ્ડિંગથી પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ થઈને જીનિયસ સ્કૂલવાળો રસ્તો અને ત્યાંથી કાલાવડ રોડ થઈ કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તે થઈને કોનપ્લેક્સ સિનેમાથી 150 ફૂટ રિંગરોડ-2 તરફ જઈ શકાશે
150 ફૂટ રિંગરોડ-2, જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે 150 ફૂટ રિંગરોડ-2 થઈ એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ કોરાટવાડી મેઈન રોડ, ધ-વાઈબ રોડથી 150 ફૂટ રિંગરોડ-2થી ગોંડલ રોડ તરફ જઈ શકાશે.
આ જ રીતે 150 ફૂટ રિંગરોડ-2, જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા જવા માટે 150 ફૂટ રિંગરોડ-2 થઈ એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ થઈ કોરાટવાડી મેઈન રોડ, ધ-વાઈબ રોડ થઈને 150 ફૂટ રિંગરોડ-2 તરફ જઈ શકાશે.
