સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ભારતની ગામઠી સંસ્કૃતિનું પ્રતિબિંબ : ‘શૌર્યનું સિંદૂર લોકમેળા’નો પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ લોકમેળો એ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ આપણી ગામઠી સંસ્કૃતિ અને પરંપરાઓનો જીવંત અરીસો છે. શહેરીકરણના આ યુગમાં પણ લોકમેળામાં જઈએ ત્યારે આપણને ગામડાની સંસ્કૃતિની અનુભૂતિ થાય છે. લોકમેળો એ ગામઠી સંસ્કૃતિનો ઉત્સવ છે, જ્યાં લોકો એકસાથે હળીમળીને આનંદ કરે છે, પોતાની સંસ્કૃતિને જીવે છે, પરંપરાઓને તાજી કરે છે અને ભવિષ્યની પેઢીને તેનો પરિચય કરાવે છે.

શ્રીકૃષ્ણ જન્મના વધામણાં કરવા રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચ દિવસીય ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. આ મેળાના પ્રવેશદ્વારમાં ગામઠી સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. ભારત ગામડાંઓનો બનેલો દેશ છે. ગ્રામ્ય સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. આ લોકમેળામાં રાજકોટ તથા આજુબાજુના ગામોમાંથી સાતમ-આઠમ ઉજવવામાં લાખો લોકો ઉમટી પડે છે. તેથી, મેળાના પ્રવેશદ્વારમાં ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે.

લોકમેળાની વ્યવસ્થા
• સહેલાણીઓ માટે 6 એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ
• 16 -વોચ ટાવર
• કંટ્રોલરૂમ-04
• એક ઇમરજન્સી રૂટ-1
• 1640 પોલીસ જવાન તૈનાત રહેશે
• 100 સફાઈ કામદાર
• 400 રેવન્યુ કર્મચારીઓ
• 18-એનડીઆરએફના જવાન
• 22 -SDRFના જવાન
• 4 – એમ્બ્યુલન્સ
• રૂ.8 કરોડનું વીમા કવચ
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળાને શૌર્યનું સિંદૂર નામકરણ થયું છે.આ વર્ષે લોકમેળામાં ખાણીપીણીના નાના 6 અને મોટા 46 સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, આઈસ્ક્રીમના 16 અને રમકડાના 110 સ્ટોલ મેળામાં છે. સાથે જ મોતના કુવા સહિત મનોરંજન માટે નાની ચકરડીના 12 , મધ્યમ ચકરડીના 3 અને મોટી સાઈઝના ફજર-ફાળકા માટે 36 જેટલી યાંત્રિક રાઇડ્સ રાખવામાં આવી છે. લોકોના મનોરંજન માટે રોજ બપોરે 3.45 થી લઈને રાતે 10 વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.
