ગુજરાતમાં પીએસઆઈ અને એલઆરડીની ભર્તી પ્રકિયા ટુક સમયમાં
પોલીસ ભરતી બોર્ડમાં હસમુખ પટેલ અને પરિક્ષીતા રાઠોડની નિમણુક
ગુજરાતમાં પોલીસ વિભાગમાં એલઆરડી અને પીએસઆઈની નવી ભરતી માટે કવાયત શરુ કરવામાં આવી છે.રાજ્ય દ્વારા ભરતીને લઈને ઉભી કરાયેલી 7 જગ્યાઓ માંથી બે જગ્યા ઉપર નવી જવાબદારી આઈપીએસ હસમુખ પટેલ અને આઈપીએસ પરિક્ષિતા રાઠોડને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે હવે ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.
હસમુખ પટેલને એડિશનલ ડીજીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. પરીક્ષિતા રાઠોડ પણ ભરતી વિભાગના ડીઆઈજી તરીકે સેવા આપશે. હાલ પરીક્ષિતા રાઠોડ સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી છે. ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે જેમાં પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.છેલ્લે તલાટી, એલઆરડીની લીધેલી પરીક્ષાઓમાં હસમુખ પટેલે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક લાગી છે. હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તે સિવાય પરિક્ષિતા રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કર્યા બાદ હવે પીએસઆઇ અને કોન્સટેબલની ભરતીનો માર્ગ મોકળો થશે.