રાજ્યમાં ૧૦ દિવસમાં વાંચો કેટલા ઢોર પકડાયા
રાજ્યમાં વધી રહેલા રખડતાં ઢોરના ત્રાસને લઇને હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી સાત દિવસની અંદર રખડતાં ઢોર અંગે રિપોર્ટ જમા કરાવવાનું કહ્યું હતુ, હવે આ અંગે રાજ્ય સરકારે ગુજરાઇ હાઇકોર્ટમાં રખડતાં ઢોર અંગેનો ૫૯૭૯ પાનાનો રિપોર્ટ રજુ કર્યો છે, જેના આંકડા પણ ચોંકવનારા છે.
આજે સરકારે હાઈકોર્ટમાં 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓએ ઢોર પકડવાની કરેલી કામગીરીનો રીપોર્ટ રજુ કર્યો હતો.
આ રીપોર્ટ પ્રમાણે પ્રમાણે 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગર પાલિકાએ 1835 રખડતા ઢોર પકડ્યા છે, 772 RFID લગાવી અને 7 FIR નોંધી છે. સુરત મહાનગરપાલિકાએ 514 રખડતા ઢોર પકડ્યા છે. 373 RFID લગાવી અને 35 FIR નોંધી છે.
રાજકોટ મહાનગર પાલિકાએ 468 રખડતા ઢોર પકડ્યા છે. 369 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી. તો વડોદરા મહાનગરપાલિકાએ 305 રખડતા ઢોર પકડ્યા છે. 1 હજાર 211 RFID લગાવી અને 8 FIR નોંધી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 179 રખડતા ઢોર પકડ્યા છે, 175 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી નથી.
ભાવનગર મહાનગરપાલિકાએ 367 રખડતા ઢોર પકડ્યા છે. 82 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી. જામનગર મહાનગર પાલિકાએ 430 રખડતા ઢોર પકડ્યા છે. 225 RFID લગાવી અને 72 FIR નોંધી છે.
જૂનાગઢ મહાનગર પાલિકાએ 216 રખડતા ઢોર પકડ્યા છે. 50થી વધુ RFID લગાવી અને 16 FIR નોંધી છે.
આમ રખડતાં ઢોરના ત્રાસને લઇને સરકાર એક્શનમાં આવી હતી, અને સમગ્ર રાજ્યમાંથી 157 નગર પાલિકાઓમાં 4328 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે, 424 RFID લગાવાઈ અને 15 FIR નોંધવામાં આવી છે.