વિસાવદરના નવા વાઘણિયા તથા માલિડા ગામે પુનઃમતદાન : બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આજે ફરી મતદાન શરૂ
વિસાવદર વિધાનસભાની બેઠક પર ગતરોજ થયેલા મતદાનમાં બે ગામ-બુથમાં બોગસ વોટિંગ થયાની ફરિયાદના આધારે આજે (શનિવાર) બુથ નં.111 નવા વાઘણિયા ગામ તથા બુથ નં.86 માલીડા ગામે ફેર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે મતદાનમાં કુલ 2,61, 110 મતદારો પૈકી 1,35,613 પુરૂષ મતદારોમાં 82,932એ મતદાન કર્યું હતું. જ્યારે 1,25,493 સ્ત્રી પૈકી 65,612 સ્ત્રીઓએ મત આપ્યા હતા. સરેરાશ 56.89 ટકા ગત ટર્મ 2022થી માત્ર 0.20 ટકાનો વધારો થયો હતો. ત્યારે આજે બન્ને ગામમાં ફરી મતદાન યોજવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
વહેલી સવારથી મતદારો ઉમટ્યા
વિસાવદર વિધાનસભા બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે બોગસ મતદાનની ફરિયાદ થતાં આજે ફેર મતદાન યોજાયું છે.આ ફેરમતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી જ મતદારો મતદાન માટે ઉમટી પડ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે માલીડા અને નવા વાઘણીયા ગામે બોગસ મતદાનની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ફેર મતદાનનો નિર્ણય લીધો હતો.
વિસાવદરના બે બુથ પર ફરી મતદાન થશે
મળતી માહિતી મુજબ, AAPની બુથ કેપ્ચરિંગની ફરિયાદને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા વિસાવદરના નવા વાઘણિયા ગામના બુથ નંબર 111 અને માલીડા ગામના બુથ નંબર 86 પર પુનઃ મતદાન યોજાવાનો નિર્ણય કર્યો છે. આ બંને બુથ પર બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરાઈ હતી.