RDXથી ઉડાવી દેશું…હાઇકોર્ટ સહિત ગુજરાતની 5 જિલ્લાની કોર્ટને મળ્યો ધમકીભર્યો ઇમેઇલ,પરિસરમાં સુરક્ષા એજન્સીઓનું સધન ચેકીંગ
રાજ્યમાં ફરીવાર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યના 5 જિલ્લાની કોર્ટને ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ મળતા નાસભાગ મચી હતી. કોર્ટમાં માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂક્યો છે’:1.55 સુધીમાં ન્યાયધીશોને ખાલી કરો તેવી ધમકી મળતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો ત્યારે તાત્કાલિક ઘટનાની જાણ ડૉગ-બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?
ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા દરેક જિલ્લાના કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાઇકોર્ટ તથા સુરત,આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા કોર્ટના વકીલો તેમજ સ્ટાફ કોર્ટની બહાર દોડી ગયા હતા. આ ધમકી LTTE(લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ) દ્વારા આપવામાં આવી છે. ત્યારે તાત્કાલિક પોલીસ તેમજ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ કોર્ટને ફરીવાર બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી
રાજકોટ કોર્ટને પણ ફરીવાર બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી છે. આ પહેલા પણ કોર્ટને ધમકી મળી ચુકી છે. ત્યારે કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી છે. રાજકોટ કોર્ટને ધમકીભર્યો મેલ મળતા વકીલો અને સ્ટાફ બહાર દોડી ગયા હતા. ત્યારે યુનિવર્સિટી પોલીસ તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGને જાણ કરવામાં આવતા હાલ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે. મોહમ્મદ વિક્રમ રાજ્યગુરુ નામથી મેઈલ કરવામાં આવ્યો હતો ત્યારે ઈ મેઇલના પગલે યુનિવર્સિટી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, BDDS તેમજ ડોગ સ્ક્વોડની ટીમ કોર્ટ ખાતે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.

ધમકી ભર્યા મેલમાં લખ્યું છે કે,
આ ફોટો સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને મળેલા ઇમેલનો છે. તમારા કોર્ટ પરિસરમાં ત્રણ RDXનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે. આ વિસ્ફોટ થાય તે પહેલાં બપોરે 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો જે બાદ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં ‘ઈન્દોરવાળી’ રોકવા મનપાની આરોગ્ય શાખાએ પાણીના 555 સેમ્પલ લીધાં! એક સપ્તાહમાં ટાઈફોઈડનો એક જ કેસ મળ્યાનું જાહેર
અમદાવાદ, સુરત, આણંદ, ભરૂચ અને રાજકોટની કોર્ટને પણ ઇમેઇલથી ધમકી મળી હતી. ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરવામાં આવ્યો હતો જે કોર્ટના કર્મચારીઓએ સવારે આવીને આ મેઈલ તપાસ્યો, ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જે બાદ કોર્ટપરિસરમા સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ અમદાવાદ સિટી સિવિલ કોર્ટને મળી ધમકી
હજુ ગઇકાલે જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી ત્યારે આજે આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.
