રાજકોટનો કેયુર વાઘેલા વર્લ્ડ ઓફ ડાન્સમાં ચમક્યો: માધુરી દીક્ષિત,સુનિલ શેટ્ટી,રેમો ડિસોઝાએ આપ્યું છે સ્ટેન્ડિંગ ઓવેશન
રાજકોટનો મિકેનિકલ એન્જીનીયર યુવાન કેયુર વાઘેલા કે જેના આઇડલ માઈકલ જેક્સન છે,ડાન્સનાં શોખએ રાજકોટનાં આ યુવાનને “વર્લ્ડ ઓફ ડાન્સ લંડન”માં ચમકાવ્યો છે.દરજી કામ કરતા પિતાના પુત્રએ પરિવારની હૂંફ અને પોતાની મહેનતથી રિયાલિટી શો થી લઈ બોલીવુડ સુધી ચમક્યો છે.લંડનમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતો કેયુર વાઘેલા હાલમાં રાજકોટ આવતાં “વોઇસ ઓફ ડે”ની મુલાકાતે આવ્યા હતા.
આ ખાસ મુલાકાતમાં 10 વર્ષની ઉંમરથી ડાન્સની દીવાનગી કઈ રીતે લાગી..? થી લઈ માધુરી દીક્ષિત,સુનિલ શેટ્ટી,રેમો ડિસોઝા અને ધર્મેશ સહિત અનેક જાણીતા કોરિયોગ્રાફરની કાબેલદાદ મેળવી છે તે અંગે ચર્ચા કરી હતી. લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતો નાનકડો કેયુર જ્યારે પહેલી વાર ઇન્ટર-સ્કૂલ ડાન્સ ઓડિશનમાં સિલેક્ટ થયો,એ સમયે ડાન્સ માટે ઓડિશન આપી ત્યારે જ તેનો ડાન્સ જોઈ ટીચર્સએ કહ્યુ કે, આ પ્રોગ્રામમાં તારે જ બધાને કોરિયગ્રાફી શીખવાની છે. ત્યારે જ મિત્રો કહેતા — “આ તો લીડ છે”એ જ લીડ આજે લંડન સુધી પહોંચી ગઈ છે.
કેયુર વાઘેલાએ માત્ર 15 વર્ષમાં પોતાના ડાન્સના જુસ્સાને એવી ઉંચાઈએ પહોંચાડ્યો કે આજે તે લંડન પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે સાથે “વર્લ્ડ ઓફ ડાન્સ સ્વિટ્ઝર્લૅન્ડ” માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે, એઝ એ ફાઇનલિસ્ટ!અને હવે “વર્લ્ડ ઓફ ડાન્સ લંડન 2025”માં તે ટોચના 4માં સ્થાન સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો :રાજકોટ જિલ્લાની બેંકોમાં રૂ.139 કરોડ ખાતેદારને યાદ નથી! તમામ બેંકો ગ્રાહકોને શોધી રકમ પરત આપશે
યુટ્યુબ પરથી સેલ્ફ લર્નિંગ શરૂ કરનાર કેયુરને માઈકલ જેક્શન અને હૃતિક રોશનથી પ્રેરણા મળી. લોકમેળા, ગણેશોત્સવ જેવા લોકલ ઇવેન્ટ્સમાં શરૂઆત કરીને તે “ડાન્સ પલ્સ સિઝન 3”, “નાચ મારી સાથે”, “ફિલિપમ્સ રીઆલિટી શો યોર મૂવમેન્ટ અને “ડાન્સ દિવાને સિઝન 4” જેવા રિયલિટી શોમાં ઝળહળ્યો.એના ડાન્સનું મૂલ્યાંકન રેમો ડિસૂઝા, ધર્મેશ સર, શક્તિ મોહન, પુનિતપાઠક, માધુરી દીક્ષિત અને સુનિલ શેટ્ટી જેવા નામી જજોએ કર્યું છે.
આ પણ વાંચો :ચોમાસાએ રાજકોટ જિલ્લામાં 3 માનવી અને 45 પશુઓનો ભોગ લીધો : જિલ્લા પંચાયત દ્વારા રાહત-મૃત્યુ સહાય ચૂકવાઈ
આ ઉપરાંત કેયુર ત્રણ ફિલ્મોમાં ડાન્સર તરીકે કામ કરી ચૂક્યો છે : સરદારજી 3, અબીલ ગુલાલ અને મસ્તી 4 માં ડાન્સર તરીકે કામ કર્યું છે.કેયુર કહે છે કે“ડાન્સ મારી ભાષા છે, મારી ઓળખ છે. શબ્દો કરતાં મુવમેન્ટ વધુ બોલે છે.”કેયુર લિરિકલ ડાન્સ સ્ટાઇલ કરે છે
