રાજકોટના રાજમાર્ગો કાનુડાના રંગે રંગાયા: વી.હિ.પ. દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂર થીમ પર મુખ્ય રથ
આજે જન્માષ્ટમીનો પાવન અવસર છે રાજકોટ સહિત સમગ્ર ભારત કૃષ્ણમય બની ગયું છે. રાજકોટમાં વિવિધ ફ્લોટ્સ દ્વારા દ્વારકા અને વૃંદાવનની ઝાંખી કરાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટના રાજમાર્ગો કાનુડાના રંગે રંગાયા છે. જન્માષ્ટમીના અવસરે રાજકોટમાં છેલ્લા 39 વર્ષોથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે ત્યારે આજે સતત 40માં વર્ષે પણ કરવામાં આવ્યું હતું જેમાં ઓપરેશન સિંદૂરની થીમ પર મુખ્ય રથ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજકોટના રાજમાર્ગો ઉપર 22 કિલોમીટરની શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂર આધારિત મુખ્ય રથ જોવા મળ્યો

રાજકોટ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય દિને ધર્મ સભા બાદ ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.જેમાં ધર્માધ્યક્ષ તરીકે શહેરની સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના બાલકૃષ્ણદાસજી હતા. 22 કિલોમીટરની આ શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂર આધારિત મુખ્ય રથ જોવા મળ્યો હતો. જેને મંદિરોનો આકાર આપવામાં આવ્યો હતો અને મુખ્ય સૂત્ર યદા યદા હી ધર્મસ્ય રખાયું હતુ. આ તકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પ્રસંગે કોઈ કૃષ્ણ તો કોઈ હનુમાન બન્યું હતું. ફૂલોના અભિષેક સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 39 વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 40 મી શોભાયાત્રાનું અભૂતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ થતા કૃષ્ણના ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ વ્યાપી રહ્યો છે.


તા. 16 ના શનિવારે રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય દિન જન્માષ્ટમી પ્રસંગે સવારે મવડી ચોકડી ખાતે એક ભવ્ય ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી બાલકૃષ્ણદાસજી બિરાજ્યા હતા. ધર્મસભાના મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશ્વિનભાઈ પટેલ હતા. જેઓ વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્રમાં મંત્રી તરીકે કાર્યરત છે.
જાણે આબેહૂબ કાનુડો: શ્રીકૃષ્ણની મોહક પ્રતિમાના દર્શન

રાજકોટના મવડી ચોકડીથી વિધિવત્ પ્રારંભ થયેલી આ ભવ્ય શોભાયાત્રાએ પોતાના પરંપરાગત 22 કિમીના માર્ગ ઉપરથી શહેરના મુખ્ય માર્ગો પર વિહાર કર્યો હતો અને સમાપન પેડક રોડ પરના બાલક હનુમાન મંદિર ખાતે થશે. આ શોભાયાત્રામાં સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ મહિલા મંડળો ધૂન મંડળો દ્વારા ટ્રક, ટ્રેક્ટર, છોટા હાથી તથા થ્રી-વ્હીલર વાહનોમાં કૃષ્ણ તેમજ વિવિધ કૃતિઓ સુશોભિત વિવિધ થીમ આધારિત ફ્લોટ્સ બનાવીને જોડાયા છે ત્યારે આ શોભાયાત્રાનું સુંદર અને અદભુત દૃશ્યાવલોકન થયું હતુ. આ સાથે જ સુવર્ણ અવસર રૂપે ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દિવ્ય દર્શનનો પાવન લાભ પણ ભક્તોને પ્રાપ્ત થયો હતો.

ફ્લોટ્સમાં કૃષ્ણ ભગવાન તથા વિવિધ ઝાંખીના દર્શન
રાજકોટના મવડી ચોકડી ખાતેથી શરૂ થયેલી આ શોભાયાત્રા તેના પરંપરાગત 22 કિલોમીટરના રૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો પર ફરીને આ શોભાયાત્રા પેડક રોડ પરના બાલક હનુમાન મંદિર ખાતે સમાપન થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ટ્રક, ટ્રેક્ટર અને થ્રી વ્હીલરમાં વિવિધ ફ્લોટ્સ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો ભક્તોને લાભ મળ્યો હતો.

રાજકોટમાં આ રૂટ પર શોભાયાત્રા ફરી હતી
મવડી ચોકડી થી શોભાયાત્રા શરુ થઈને નાનામોવા ચોકડી – KKV હોલ – રૈયા ચોકડી – કનૈયા ચોક – હનુમાન મઢી -કિશાનપરા ચોક – અકિલા ચોક – ફુલછાબ ચોક – સદર બઝાર – હરિહર ચોક – પંચનાથ મંદીર – લિમડા ચોક – SBS ચોક – ત્રિકોણ બાગ – માલવિયા ચોક – લોધાવડ ચોક – ગોંડલ રોડ – મક્કમ ચોક – નાગરિક બેંક ચોક – ભક્તિનગર સર્કલ – સોરઠીયાવાડી સર્કલ – કેવડાવાડી રોડ – કેનાલ રોડ – જિલ્લા ગાર્ડન ચોક – ચુનારવાડ ચોક ભાવનગર રોડ – સંત કબીર રોડ – જલગંગા ચોક – ગોવિંદબાગ મેઇન રોડ – પેડક રોડ – બાલક હનુમાન મંદિરે સમાપ્ત થશે. આ રુટ ઉપર અસંખ્ય સેવાભાવિ ક્રુષ્ણ ભક્તો ડીજે, ઠંડા પીણા, ફુલહારથી શોભાયાત્રનુ સ્વાગત સન્માન કરશે. આ ઉપરાંત બાળ કૃષ્ણની પુજા આરતી કરશે તથા લાખો લોકો બાળ કૃષ્ણના દર્શન અને ઝાખી કરશે.
