રાજકોટનો ‘કચરામેળો’: 93000 કિલો કચરો કાઢ્યો છતાં હજુ ઢગલાં યથાવત, રેસકોર્સ ફરતે ચીતરી ચડી જાય તેવો કચરો
રાજકોટમાં જન્માષ્ટમીના પર્વમાં છ દિવસ સુધી ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું આયોજન થયું હતું જેમાં 14 લાખથી વધુ લોકોએ તેને માણ્યો હતો. સવારથી લઈ રાત સુધી માનવ કીડિયારું અહીં ઉભરાતું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા સ્વચ્છતા માટે 260 કામદારો, ડમ્પર, ટીપરવાન સહિતના સાધનો તૈનાત રખાશે તેવી જાહેરાત કરાઈ હતી આમ છતાં મેળો પૂર્ણ થયા બાદ ચીતરી ચડી જાય તે પ્રકારે કચરાના ઢગલા જોવા મળ્યા હતા.

તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગત પ્રમાણે તા.13 થી 18 ઓગસ્ટ દરમિયાન ટીપરવાનના 53 ફેરા કરી ૫૩ ટન એટલે કે 53000 કિલો અને ડમ્પરના 10 ફેરા કરી 40 ટન એટલે એટલે 40000 કિલો મળી કુલ 93000 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જો કે મેળો પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલી ‘કામગીરી’ માત્ર કાગળ ઉપર જ રહી હોય તે પ્રકારે મેળા ગ્રાઉન્ડ ફરતે કચરાના ઢગલા જોવા મળ્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ તુરંત જ સફાઈ કર્મીઓ સફાઈ કરવા માટે ઉતરી પડ્યા હતા પરંતુ મોડી સાંજ સુધી રસ્તા સાફ થઈ શક્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.

મળી કુલ 93000 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જો કે મેળો પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલી ‘કામગીરી’ માત્ર કાગળ ઉપર જ રહી હોય તે પ્રકારે મેળા ગ્રાઉન્ડ ફરતે કચરાના ઢગલા જોવા મળ્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ તુરંત જ સફાઈ કર્મીઓ સફાઈ
કરવા માટે ઉતરી પડ્યા હતા પરંતુ મોડી સાંજ સુધી રસ્તા સાફ થઈ શક્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.
