કાળીચૌદશની કાળરાત્રિએ રાજકોટ બન્યું રક્તરંજિત : વાહન અથડાવા જેવી સામાન્ય બાબતમાં 3 લોકોની હત્યા, વાંચો સમગ્ર ઘટના
રાજકોટમાં કાયદોને વ્યવસ્થાન સ્થિતિ કથળી છે. ત્યારે કાળી ચૌદશની રાત્રિ રકતરંજીત બની હતી. ટ્રિપલ મર્ડરની ઘટનાથી રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર નગરમાં વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે પોલીસને જાણ થતાં તુરંત બનાવસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના 150 રિંગરોડ નજીક આંબેડકર નગરમાં બની હતી જ્યાં કાળીચૌદશની કાલરાત્રિએ ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી. વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે બે ઠૂઠ વચ્ચે અથડામણ થયું હતું. બે જુથ વચ્ચે સામ-સામે મારામારી થતાં 2 સગા ભાઇઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા તો હુમલો કરનારનું પણ મોત નીપજ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ઘીઓ હતો પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
આંબેડકરનગરમાં રહેતા સુરેશભાઈ વશરામભાઈ પરમાર (ઉં.વ. 40) તેના ઘર પાસે હતા તે દરમિયાન કાર લઈને નિકળેલા શખસોએ બાઈકને ઠોકરે લીધું હતું જે બાબતે વાહન જોઈને ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખી મોડી રાત્રીના પાંચથી સાત જેટલા શખસો છરી- ધોકા-પાઈપ વડે ધસી આવ્યા હતાં અને હુમલો કરતા સુરેશભાઈ પરમાર તેમજ તેનો ભાઈ વિજયભાઈ (ઉ. 38) તેમજ તેની પત્ની હંસાબેન વિજયભાઈ અને પુત્ર સુધીર વિજયભાઈને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં જમીનનો સૌથી મોટો સોદો! હવે બનાવાશે દેશનો સૌથી મોટો લુલુ મોલ, સ્ટેમ્પ ડ્યુટીની કિંમત સાંભળીને ચોંકી જશો
જેમા ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ અને તેના ભાઈ વિજયભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે સામા પક્ષે પણ અરૂણ ભાવિનભાઈ રાઠોડ (ઉ. 20)નું પણ મોત નીપજ્યું હતું. તથા તેનો મોટો ભાઈ રમણ ભાવિનભાઈ રાઠોડ (ઉ. ૨૨) પણ સુરેશ અને વિજયે છરી- પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. થતા બનાવની જાણ માલવિયાનગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવાનના પુત્ર અને પત્ની પણ ઘાયલ
આ બનાવમાં મૃતક યુવાનના પુત્ર અને પત્ની પણ ઘાયલ હોવાનું તેમજ સામા પક્ષે પણ બે યુવાનોને ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મોડી રાત્રીના બનાવ બનતા ક્રાઈમ DCP જગદીશ બાંગરવા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
