રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી 150 લોકોનાં નામ મળ્યાં! પગારદાર કરદાતાઓને સમન્સ
બોગસ ક્લેઇમથી કરોડોની કરચોરી કરનાર પર આવકવેરા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં રાજકોટ જિલ્લામાં ચાલતું સર્ચ અને સર્વે પૂર્ણ થતા રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી ITની ટીમે 150 થી વધુ લોકોનું લાંબુ લિસ્ટ મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ITની ઇન્વેસ્ટિગેશન વિંગ રાજકોટ,ધોરાજી,ગોંડલ સહિત દેશભરમાં 150 જેટલા સ્થળો પર તપાસ કરી રહી હતી જે માટે અનેક જગ્યાએ તપાસ પૂર્ણ કરી દેવાય છે જોકે ઇન્કમટેક્સ ફિલ્ડ સર્વે પૂર્ણ થઈ બાદ હવે રાજકીય પક્ષોને દાન આપીને 10% સુધીની કર રાહત મેળવનારા અનેક કરદાતાઓને આવકવેરા વિભાગ નોટિસો આપવાનું શરૂ કરશે.

રાજકોટ અને ધોરાજીમાં ટેક્સ પ્રેક્ટિસનર ઉપરાંત શિક્ષકો અને અન્ય નોકરિયાતને ત્યાં તપાસ શરૂ કરી હતી. જેમાં રાજકોટમાંથી એક મોટો ડેટા જપ્ત કર્યો છે.જેમાં 150 જેટલા નોકરિયાત કરદાતાઓનાં નામ નીકળ્યા છે જેમને ટેક્સમાંથી રાહત મેળવવા નાણાંકીય ગોઠવણ કરી હતી.આ લિસ્ટના આધારે IT હવે આ કરદાતાઓને સમન્સ પાઠવશે.

IT પાસે 25થી વધુ રાજકીય પક્ષોના નામ આવ્યા
જે રાજકીય પક્ષોને કરદાતાઓએ દાન આપ્યા છે તેમાંથી અનેક પાર્ટીઓના નામ સ્ફુટીનીમાં ખુલ્યા છે.જેમાં રાષ્ટ્રીય નાગરિક પાર્ટી,લોકશક્તિ પાર્ટી,સૌરાષ્ટ્ર જનતા પાર્ટી,નવસર્જન,ભારત પાર્ટી,અપના દેશ સહિત 25 જેટલી પાર્ટીઓના નામ આવકવેરા પાસે આવ્યા છે તેવું સૂત્રોએ કહ્યું હતું.
આ પણ વાંચો : શું તમારે જોવો છે ઉલ્કાવર્ષાનો નજારો? તો પહોંચી જજો તમારી અગાસી પર : આજથી આ તારીખ સુધી જોવા મળશે અવકાશી નજારો
મોટાઓને નિશાન બનાવી નાના કરદાતાઓને મળશે તક
નાના રાજકીય પાર્ટીઓને દાન આપી કર રાહત મેળવનારા અનેક મોટા કરદાતાઓને ત્યાં આવકવેરાની તવાઈ કરી ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધરીને દેશનાં અસંખ્ય લોકો કે જેમને જાણતાં અજાણતાં આ પેટર્ન અપનાવી છે તેમને એક મેસેજ IT એ આપ્યો છે કે જો તેમને પણ આ પેટર્ન અપનાવી હોય તો ભૂલ સુધારી રિટર્ન રિવાઇઝડ કરી ટેક્સની રકમ ચૂકવી દે નહિ તો વ્યાજ,પેનલ્ટી સહિતની કાર્યવાહી માટે તૈયાર રહે.