- પાઇપ નાખ્યા બાદ હલકી ગુણવતાનો ડામર પાથરી દેવાતા સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયો : ડામર કીચડમાં ફેરવાઈ ગયો છતાં મરામતની કોઈ કામગીરી શરૂ ન કરાઇ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના રસ્તાઓની હાલત એટલી હદે કફોડી બની છે. કે વાહન ચાલકોને માર્ગ પરથી નીકળતા પહેલા પોતનો જીવન વીમો કરાવી લેવો અનિવાર્ય બન્યો છે.કારણ કે રોડની ખખડધજ બનેલી હાલતના કારણે અકસ્માતનો ભય બન્યો રહે છે.ત્યારે કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસેના રસ્તાઓની હાલત તો ગામડાઓથી પણ બદતર બની ગઈ છે. અહી વરસાદના કારણે ડામર પણ ધોવાઈ ગયો છે. અને રોડ પર ઠેર-ઠેર કીચડમાં જામી ગયો છે.
શહેરમાં કાલાવડ રોડ પરના રસ્તાઓની હાલત બિસ્માર બની છે.અને અહીના રોડની હાલત તો ગામડાઓના રસ્તાઓથી પણ બદતર બનતી જઈ રહી છે.ત્યારે કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ પાસેના રોડ પર થોડા સમય પૂર્વે પાઇપ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જેથી એક તરફનો રોડ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.પાઇપ નાખવાની કામગીરી પૂર્ણ થતાં જ અહી ડામરનો રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી.અને ચોમાસુ આવતા થોડો એવો ડામર પાથરીને અહી માટી નાખી દેવામાં આવી હતી. જેથી સામાન્ય વરસાદમાં જ આ રોડનું ધોવાણ થઈ ગયું હતું. અને રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા હતા. જેથી આ રોડ પર પસાર થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કાલાવડ રોડ પરના વિસ્તાર જેટની ગતિએ વિકસિત થઈ રહ્યો છે.ઠેર –ઠેર ઊચી ઇમારતો બનાવવામાં આવી રહી છે. ત્યારે અહીના રોડ રસ્તાઓની હાલત એટલી હદે જ બદતર બનતી ગઈ છે.જેથી લોકોને અહી પોતાનું સપનાનું ઘર ખરીદીને રહેવા તો આવવું છે. પરંતુ રોડ રસ્તાઓની હાલત જોઈને હજાર વાર વિચાર કરવો પડે છે.પૂરો રોડ કીચડમાં ફેરવાઈ ગયો છે.છતાં પર નીંભર તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી.અને માત્ર આળસ ખાઈને બેસી રહેવાય છે. પદાધિકારીઓ આ રોડ પરથી રોજિંદા નીકળતા હશે છતાં પણ જાણે કેમ આ રોડ તેમના ધ્યાનમાં આવતો નહો હોય તે પ્રશ્ન થઈ રહ્યો છે.