Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની રૈયા ચોકડી, રામાપીર ચોકડી, નાણાંવટી ચોકમાં આ વર્ષે પાણી ભરાશે જ !

Mon, May 19 2025
  • માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ જો રામાપીર ચોકડીએ તળાવ ભરાઈ જતું હોય, રૈયા ચોકડી, નાણાવટી ચોકમાં પાણી વહી રહ્યા હોય તો પાંચ-સાત ઈંચ વરસાદ શું હાલત કરશે ?
  • પાણી ભરાય નહીં તે માટે તંત્રએ શું તૈયારી કરી ? કોઈ પાસે નથી જવાબ

ચોમાસું એકદમ નજીક આવી ચૂક્યું છે ત્યારે શહેરીજનોને વરસાદ કરતાં રસ્તા ઉપર વહી રહેલા તળાવમાંથી પસાર થવાની ચિંતા વધુ સતાવવા લાગી છે. વરસાદી સીઝનના ચાર મહિના દરમિયાન થોડો અમથો વરસાદ આવે એટલે જ્યાં-ત્યાં પાણી ભરાઈ જવાની તકલીફ વર્ષોથી ઘર કરી ગઈ છે આમ છતાં મહિને લાખો રૂપિયાનો પગાર વસૂલતા મહાપાલિકાના અધિકારીઓ અને ખોબલે-ખોબલે મત મેળવીને ચૂંટાયેલા કોર્પોરેટરો કશું જ ઉકાળી શકતા નથી અને `આ તો ચાર મહિનાની તકલીફ છે, હમણાં આ દિવસો પણ પસાર થઈ જશે’ તેવું માનીને લોકોને હેરાન થવા દઈ રહ્યા છે. `વોઈસ ઓફ ડે’ દ્વારા આજથી વોર્ડ નં.1થી 18માં સૌથી વધુ તળાવ ક્યાં ભરાય છે અને આવું ન થાય તે માટે મહાપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરોએ શું કાર્યવાહી કરી તેનો જવાબ લેતી ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. વોર્ડ નં.1ની વાત કરવામાં આવે તો અહીંના ગાંધીગ્રામ મેઈન રોડ, નાણાવટી ચોક, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેનો રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારો ઉપરાંત રામાપીર ચોકડી, નાણાવટી ચોક,  રૈયા ચોકડી કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ મોટાપાયે પાણી ભરાઈ રહ્યા છે. આ વાતનો જવાબ તાજેતરમાં જ પડેલા દોઢ ઈંચ વરસાદ પરથી મળી રહેશે જ્યારે રામાપીર ચોકડીએ વાહનનું ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા હતા.

શું કહે છે આ વિસ્તારના કોર્પોરેટરો ?

`વોઈસ ઓફ ડે’ દ્વારા વોર્ડ નં.1ના કોર્પોરેટર ડૉ.અલ્પેશ મોરઝરિયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે તેઓ અત્યારે સાળંગપુરથી રાજકોટ આવવા નીકળ્યા હોવાને કારણે કાર ડ્રાઈવિંગ કરી રહ્યા છે એટલા માટે વાત કરવા માટે સક્ષમ નથી ! જ્યારે અન્ય કોર્પોરેટર હિરેન ખીમાણીયાનો સંપર્ક કરવામાં આવતાં તેમનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. એકંદરે પાછલા વર્ષે સર્જાયેલી સ્થિતિ પરથી ચૂંટાયેલા નગરસેવકોએ કોઈ જ ધડો લેવાની જગ્યાએ `હોતા હૈ, ચલતા હૈ’ની માફક બધું જ ચલાવ્યે રાખ્યું હોવાને લીધે સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી.

એક વર્ષમાં છ વખત જનરલ બોર્ડ મળ્યું શા માટે પ્રશ્ન ન ઉઠાવ્યો ?

મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડ મળે છે જેમાં ચૂંટાયેલા નગરસેવકો પોતપોતાના મત વિસ્તાર અથવા શહેરીજનોને સ્પર્શતા પ્રશ્નો પૂછીને અધિકારીઓ પાસેથી હિસાબ માંગતાં હોય છે. જો કે રાજકોટવાસીઓનું દૂર્ભાગ્ય એ છે કે એક વર્ષમાં છ વખત જનરલ બોર્ડની કાર્યવાહી થઈ આમ છતાં વોર્ડ નં.1ના કોર્પોરેટર દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભરાતાં પાણી તેમજ પાણી ન ભરાય તે માટે અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેવો પ્રશ્ન પૂછવાની તસ્દી જ લેવામાં આવી નથી.

તમારા મતે ચૂંટાયેલા નગરસેવકોનો કાન પકડો

ભાનુબેન બાબરિયાઃ મો.99043 43321

દુર્ગાબા જાડેજાઃ મો.90169 11612, 95122 00455

ડૉ.અલ્પેશ મોરજરીયાઃ 98242 47881

હિરેન ખીમાણીયાઃ 97257 8888

15 મેએ માત્ર દોઢ ઈંચ વરસાદ પડ્યો ત્યારે રામાપીર ચોકડીની આવી હાલત હતી !

Share Article

Other Articles

Previous

રાજકોટ એઈમ્સમાં પાંચમું ઓપરેશન થિયેટર શરૂ : કાન-નાક-ગળા, ગાયનેક સહિતના ઓપરેશન વધુ સંખ્યામાં થઈ શકશે

Next

રાજકોટમાં એક જ રાતમાં બે-બે હત્યા : કાન વિંધવાનું કામ કરતાં યુવકનું અપહરણ, વાડીએ સુતેલા યુવકનું ઢીમ ઢાળી દીધું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
42 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
1 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

85 વર્ષની વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચરી બ્લેડ ના ઘા માર્યા
નેશનલ
2 વર્ષ પહેલા
ગોંડલ : બિલીયાળા પાસે પોલીસે ફિલ્મી ઢબે સ્કોર્પિયો કારમાંથી 400 લિટર દેશી દારૂ ઝડપ્યો
ક્રાઇમ
12 મહિના પહેલા
યુપીમાં વડાપ્રધાને વિપક્ષને શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેરળના વાયનાડમાં ભૂસ્ખલને તબાહી મચાવી : 100 લોકો કાટમાળ નીચે દટાયા, 85થી વધુના મોત… રેસ્ક્યુ કામગીરી માટે આર્મી-નેવી જોડાઈ
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર