રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ એનએસયુઆઇ દ્વારા બુધવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ નાબૂદ કરી ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા તે જાહેર કરવા માંગ કરી ખાલી જગ્યા મુજબ ફરીવાર ભરતી કરવા માંગ ઉઠાવી હતી. જો કે, કલેકટર કચેરીએ રજુઆત બાદ એનએસયુઆઇ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ભરતી પ્રક્રિયાને લઈ રાજ્યમાં ફરી એક આંદોલનના એંધાણ મંડાણ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયામાં બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે. જેમાં બુધવારે રાજકોટ ખાતે એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. કલેકટર કચેરીએ રજુઆત બાદ એનએસયુઆઇ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.ફોરેસ્ટનાં દરેક ઉમેદવારની માંગણી છે કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા. નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવાની માંગણી ઉમેદવારોએ કરી છે. જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરીટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યા હતા.